લાઇમલાઇટથી દૂર રહે છે અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગન, ખૂબસુરતીમાં નથી કોઇ અભિનેત્રીથી કમ

આજે 19 વર્ષની થઇ વિમલ એડના એક્ટર અજય દેવગનની લાડલી, 2 વર્ષમાં જુઓ પેહેલા કેવી હતી અને કેવી થઇ ગઈ

જ્યારે પણ સ્ટારકિડ્સની વાત થાય છે ત્યારે ન્યાસા દેવગનનું પણ નામ લેવામાં આવે છે. અજય દેવગનની લાડલી ન્યાસા દેવગન આજે 19 વર્ષની થઈ ગઈ છે. લાઈમલાઈટથી દૂર રહેતી ન્યાસાએ સમયની સાથે પોતાના લુકમાં ઘણો બદલાવ કર્યો છે. ન્યાસા દેવગનની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતી રહે છે. દરેક વખતે ન્યાસા પોતાની બોલ્ડ સ્ટાઈલથી ફેન્સને ખૂબ સરપ્રાઈઝ કરે છે. છેલ્લાં બે વર્ષોમાં ન્યાસાએ પોતાની જાતમાં જે ફેરફારો કર્યા છે તે પ્રશંસનીય છે. ન્યાસા દેવગનનો લુક સંપૂર્ણપણે તેની માતા પર ગયો છે. જ્યારે પણ બંને સાથે જોવા મળે છે ત્યારે ચર્ચાનો વિષય બની જાય છે.

ન્યાસા દેવગન વિદેશમાં અભ્યાસ કરી રહી છે. જ્યારથી તે વિદેશમાં શિફ્ટ થઈ છે ત્યારથી તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ન્યાસાએ ત્યાં જઈને સ્ટાઈલિશ ડ્રેસ પહેરવાનું શરૂ કરી દીધું છે, તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.ન્યાસા દેવગન વધતી ઉંમર સાથે વધુ બોલ્ડ બની રહી છે. ન્યાસા દેવગન વિદેશમાં ખૂબ જ મસ્તી કરે છે. જ્યારે પણ તે મિત્રો સાથે ફરવા જાય છે ત્યારે તે ત્યાંની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરે છે. આ તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ પણ થાય છે.

બોલિવૂડના ‘સિંઘમ’ અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગનની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. ઘણા સમયથી ન્યાસાના બોલિવૂડ ડેબ્યુની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા તેના પિતા અજય દેવગને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અજય દેવગને ફિલ્મ કમ્પેનિયન સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન પુત્રી ન્યાસાના બોલિવૂડ ડેબ્યુ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘મને ખબર નથી કે તે પણ આ લાઈનમાં આવવા માંગે છે કે નહીં. અત્યાર સુધી તેણે કોઈ રસ દાખવ્યો નથી, પરંતુ બાળકો સાથે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે.

હાલમાં તે બહાર છે અને તેનો અભ્યાસ કરી રહી છે. રીપોર્ટ્સ અનુસાર ન્યાસા દેવગન આ દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડમાં છે અને ઉચ્ચ શિક્ષણ માટે ત્યાં અભ્યાસ કરી રહી છે. તેણે સિંગાપોરથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ન્યાસાના સોશિયલ મીડિયા પર ઘણા ફેન પેજ છે, જ્યાં તેના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરવામાં આવે છે.તમને જણાવી દઈએ કે ન્યાસા બાકીના સ્ટાર કિડ્સ કરતા થોડી અલગ છે અને તે લાઈમલાઈટથી દૂર રહે છે.ઘણીવાર પિતા અજય અને કાજોલ સોશિયલ મીડિયા પર પોતાની લાડલીની તસવીરો શેર કરતા જોવા મળે છે.

અજય દેવગને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પુત્રીની એક તસવીર શેર કરી છે. આ અનસીન તસવીર જોઈને લોકો વિશ્વાસ જ નથી કરી શકતા કે તેઓ તેમની જ દીકરી છે. અજય દેવગને પોતાની દીકરીની લેટેસ્ટ તસવીર શેર કરીને તેને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યાસાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન આજે તેનો 19મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. બીજી તરફ, પિતા હોવાને કારણે અજયે તેની પુત્રી માટે એક સુંદર પોસ્ટ કરી છે.ન્યાસાની તસવીર શેર કરવાની સાથે તેણે લખ્યું- ‘દીકરી ન્યાસા, તું હંમેશા ખાસ છોુ, તું ગઈ કાલે પણ હતી, આજે પણ અને હંમેશા રહીશ. હેપ્પી બર્થડે ન્યાસા’ તમને જણાવી દઈએ કે ફેન્સ ન્યાસાની આ તસવીર પર કોમેન્ટ કરતાં થાકતા નથી. તસવીર પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું- શું વાત છે, દીકરી કેટલી મોટી થઈ ગઈ છે. તો ત્યાં એક ચાહકે હેપ્પી બર્થ ડે લખ્યું.

તમને જણાવી દઈએ કે ન્યાસા ભલે ઉંમરમાં નાની હોય, પરંતુ તે એક ઈવેન્ટમાં મનિષ મલ્હોત્રાની મોડલ તરીકે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અજય દેવગન ફિલ્મ ‘રનવે 34’ને લઈને ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તે લીડ એક્ટર છે અને પોતે ડિરેક્ટ પણ કરી છે. આ પહેલા તેમણે વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શિવાય’નું નિર્દેશન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nysa Devgan (@nyasa_devgan)

અજય દેવગન ‘રનવે 34’માં કેપ્ટન વિક્રાંત ખન્નાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 29 એપ્રિલ, 2022ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Jina