મનોરંજન

અજય દેવગનની લાડલી મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને ગઈ હતી, પછી જે થયું એ…

અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા અવારનવાર સમાચારોમાં રહે છે. તે ઘણી વખત ટ્રોલર્સના નિશાન પર આવી ચુકી છે. ક્યારેય તેના સ્કિન ટોનને કારણે તો ક્યારેક તેના કપડા કે મેકઅપને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.


ટ્રોલર્સની આ હરકત પર અજય દેવગણ ભડકી પણ ચુક્યા છે. ન્યાસા દેવગન થોડા દિવસો પહેલા પણ તેના મેકઅપને કારણે ટ્રોલ થઇ હતી તો હવે તેના ડ્રેસને કારણે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે.

Image Source

ન્યાસા તેના પિતા સાથે મુંબઇના એક મંદિર પહોંચી હતી. આ દરમિયાન તે પીળું ક્રોપ ટોપ અને બ્લુ ટ્રેક પેન્ટ પહેરેલી જોવા મળી હતી. ન્યાસા અને અજય દેવગણને જોતા જ મંદિરની બહાર પાપારાઝીની ભીડ જોવા મળી હતી.

આ સમયે ન્યાસાના હાથમાં પ્રસાદ પણ જોવા મળે છે. આ દરમિયાન, કેટલાક લોકોને ન્યાસાએ પહેરેલા કપડાં પસંદ ન આવ્યા અને તેમણે ન્યાસાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

Image Source

ન્યાસાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેને ડ્રેસિંગ માટે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર કૉમેન્ટ્સ પણ કરી હતી.

Image Source

માનવ મંગલાનીએ ન્યાસાની મંદિરની મુલાકાત દરમ્યાનની તસ્વીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- ‘આ બાળકોને મંદિરમાં કેવી રીતે જવું તે સમજાતું નથી?’

Image Source

તો બીજાએ લખ્યું – ‘આમને તો મંદિરમાં પણ ફેશન જોઈએ છે.’ બીજા એક યુઝરે લખ્યું- ‘જો હું આવા કપડાં પહેરીને મંદિરે ગયો હોત તો મારા પિતા મને થપ્પડ મારી દેતે.’ જોકે કેટલાક લોકોએ ન્યાસાને સપોર્ટ કરતા આ કોમેન્ટ્સને સાયબર બુલિંગ કહ્યું છે.

Image Source

આ પહેલા પણ જ્યારે ન્યાસા તેના પરિવાર સાથે અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી ત્યારે પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

Image Source

આ પ્રસંગે અજય દેવગનની પુત્રી ન્યાસાએ પીચ રંગનો ચણીયો અને ગોલ્ડ એમ્બ્રોઇડરીવાળો બ્લાઉઝ પહેર્યા હતા. પરંતુ તેનો મેકઅપ ચાહકોને પસંદ આવ્યો નહિ.

 

View this post on Instagram

 

#AjayDevgan with daughter #NysaDevgan snapped post temple visit in Mumbai today #instadaily #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on