વિદેશી મિત્રો સાથે મોજ કરતી નજર આવી અજય દેવગણની પુત્રી, PHOTOS જોઈને કહેશો શું નસીબ છે

અજય દેવગણ-કાજોલની લાડકવાયી દીકરીએ વિદેશીઓ સાથે કરી જોરદાર પાર્ટી, રાતોરાત વાયરલ થઇ રહી છે તસવીરો

અભિનેતા અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સ માંથી એક છે. ન્યાસા બાકીના લોકોથી અલગ તેની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસન્દ કરતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ કઈ ખાસ એક્ટિવ નથી રહેતી પરંતુ તેના નામથી ઘણા ફેન પેજ જરૂર બનેલા છે જ્યાં તેની ઘણી અનદેખી તસવીરો અને વીડિયો શેર થતી રહેતી હોય છે. તેવામાં એક ફેન એકાઉન્ટમાંથી ન્યાસાની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં ન્યાસા તેની મિત્રો સાથે નજર આવી રહી છે.

ન્યાસાએ થોડા દિવસ પહેલા જ મિત્રો સાથે પાર્ટી કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તસવીરમાં ન્યાસા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. ન્યાસા મિત્રોની વચ્ચે ઉભી છે અને તેણે લાલ કલરનો બોડીકૉન ડ્રેસ પહેરેલો છે. ન્યાસાએ વાળને ખુલ્લા રાખેલા છે અને મિનિમલ મેકઅપ કરેલો છે. લાલ લિપસ્ટિકથી ન્યાસાએ તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો. જણાવી દઈએ કે ન્યાસા આ સમયે સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. ન્યાસા કોવિડ-19 અને લોકડાઉન દરમ્યાન ભારત આવી હતી પરંતુ જયારે તેની કોલેજ ફરી વાર ખુલી તો માતા કાજોલ સાથે પાછી ગઈ હતી.

અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા દેવગણ ઘણીવાર તેના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ન્યાસાની તેના મિત્રો સાથેની તસવીરો વાયરલ થતી હોય છે તો ક્યારેક માતા-પિતા સાથે તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ન્યાસા દેવગણના ચાહકો તેનાથી જોડાયેલ દરેક અપડેટની રાહ જોતા હોય છે. એવામાં દેવગણ ફેમિલીની આ પ્રિન્સેસ કોઈનું દિલ ના તોડતા ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ન્યાસાની સ્લિમ બોડી અને સુંદતા જોવા માટે ચાહકો તેની આતુરતાથી રાહ જોતા હોય છે.

તેની આ પોસ્ટ પર ઘણા બધા રિએક્શન પણ આવી રહ્યા છે. તેના ચાહકો દિલ ખોલીને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. વધારે પડતા લોકો ફાયર ઈમોજીની સાથે તેમની ફિલિંગ એક્સપ્રેસ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ કાજોલને એક ચેટ શોમાં નજર આવી હતી જ્યાં કાજોલે તેની પુત્રીને લઈને ખુલીને વાત કરી હતી.

આ ચેટ શોમાં કાજોલને ન્યાસાના સીક્રેટ બોયફ્રેન્ડ વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં કાજોલે અજય દેવગણનું નામ આપતા જવાબ આપ્યો હતો. ‘ફિટ અપ વિથ ધ સ્ટાર્સ’શોમાં કાજોલને પૂછવામાં આવ્યું હતું કે જો તે ન્યાસાને તેના સીક્રેટ બોયફ્રેન્ડની સાથે પકડી લે તો તે કેવું રિએક્ટ કરશે.

કાજોલને આ સવાલ કઈ ખાસ પસંદ આવ્યો હતો નહિ પરંતુ તેણે જવાબમાં કહ્યું કે અજય દેવગણ શોટગન સાથે તૈયાર રહેશે. કાજોલ કહે છે કે દરવાજા ઉપર તમને અજય દેવગણ તે પણ એક સારી શોટગનની સાથે ઉભેલા નજર આવશે જે છોકરા માટે ખતરનાક હશે. આની પહેલા કાજોલે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે અજય દેવગણ કેવી રીતે બંને છોકરાઓનું ધ્યાન રાખે છે.

Patel Meet