મનોરંજન

અજય દેવગનની દીકરી ન્યાસા છે ખુબ જ હોટ અને સેક્સી, પસંદ કરે છે આ પ્રકારના કપડાં

મમ્મી કાજોલની લાડલી ટૂંકા ટૂંકા કપડાં પહેરવાની શોખીન છે, 7 તસ્વીરોમાં જુઓ હોટનેસનો જલવો

બોલીવુડમાં શ્રેષ્ઠ કપલ તરીકે ઓળખતા અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા દેવગનની હાલ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેની સ્ટાઇલ અને દેખાવને ચાહકો પસંદ પણ કરી રહ્યા છે.

Image Source

ઘણીવાર ન્યાસાને તેના કપડાના કારણે પણ ટ્રોલ કરવામાં આવે છે છતાં પણ તે કોઈ ચિંતા નથી કરતી.ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ મુંબઈમાં થયો હતો.

હાલ ન્યાસા બોલીવુડમાંથી દૂર રહીને પોતાના અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે. તે હાલમાં સિંગાપુરમાં અભ્યાસ કરે છે.

પરંતુ થોડા સમય પહેલા જ તે કોરોના વાયરસના કારણે ભારત પરત ફરી હતી.  આ દરમિયાન જ અજય દેવગન અને કાજોલે ન્યાસાના જન્મ દિવસે ફોટો શેર કરી અને શુભકામનાઓ પણ આપી હતી.

ન્યાસા પોતાના દેખાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ન્યાસા મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ રહે છે. પરંતુ થોડા દિવસ પહેલા જ ન્યાસાના ટ્રેડિશનલ આઉટફિટની તસવીરો પણ સામે આવી હતી.

જેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ન્યાસા જેટલી સુંદર વેસ્ટર્ન ડ્રેસમાં દેખાતી હતી તેટલી જ તે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ સુંદર દેખાતી હતી.

સોશિયલ મીડિયા ઉપર  ન્યાસાને ઘણીવાર પોતાના કપડાના કારણે ટ્રોલ થવું પડ્યું છે. તેના વારંવાર ટ્રોલ થવા ઉપર કાજોલે પણ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ટ્રોલિંગથી દુઃખ થાય છે.” કાજોલે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

તો અજયે પણ આજ બાબતને લઈને કહ્યું હતું કે: “તમે કાજોલ અને મને ટ્રોલ કરી શકો છો, પરંતુ અમારા બાળકોને નહીં. અમારા બાળકોને જજ કરવાનું બંધ કરો.કાજોલ અને


હું કલાકાર છીએ તો તમે અમને જજ કરો. આ અમારા કારણે છે. અમારા બાળકો હંમેશા આ બધાથી દૂર છે.”

વાત ન્યાસાના કપડાંની કરીએ તો ન્યાસા પાસે ઢગલાબંધ શોર્ટ્સ છે. જેમાં ડેનિમ ફેબ્રિકમાં જ તેની પાસે ઘણી પેટર્ન અને કલર્સ છે. આ ઉપરાંત તેની પાસે કોટન શોર્ટ્સ પણ છે. ન્યાસા આ શોર્ટ્સને હંમેશા સ્નીકર્સ સાથે મેચ કરે છે.

ન્યાસાના વોરડ્રોબમાં ઓફ શોલ્ડર ટોપ્સની પણ ખોટ નથી. ક્યારેક તે વેલ્વેટ, ક્યારેક પ્યોર કોટન તો ક્યારેક રીબડ કોટનથી બનેલા ઓફ શોલ્ડર ટૉપ્સમાં નજર આવે છે.

ન્યાસાને બોડિફિટ કે બોડીકૉન ડ્રેસ પણ ખુબ જ પસંદ આવે છે. કારણ કે તેની ફિગર પણ તે માટે ફિટ છે. હવે આવી ફિટ ફિગર હોય તો કોઈ છોકરીને આવા ડ્રેસ કેમ પસંદ ના આવે.

આજકાલ ટી-શર્ટ ડ્રેસ, બ્લેજર ડ્રેસ અને હૂડી ડ્રેસ પણ ફેશનમાં છે. તો આ ફેશન અપનાવવામાં ન્યાસા કેમ પાછળ રહે ? તે પણ હૂડી ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી છે. જે લુક પણ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો.

ન્યાસા ક્રોપ ટોપની પણ દીવાની છે. તે વધારે પ્રમાણમાં આ ક્રોપ ટોપમાં જ સ્પોટ કરવામાં આવે છે. ભલે પછી તેની ઉપરની સ્ટાઇલ ગમે તેવી હોય.