ફિલ્મી દુનિયા

અજય દેવગણની લાડલી આ કારણે હડફેટે આવી ગઈ, લોકોએ ભાન ભૂલીને કરી ગંદી કોમેન્ટો

આજે જેટલા સ્ટાર કિડ સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે તેટલા જ સ્ટારકિડ ટ્રોલર્સનો ભોગ પણ બને છે. લાગી રહ્યું છે કે, સોશિયલ મીડિયા અને ટ્રોલિંગ એક સાથે ચાલે છે. સ્ટારકિડને ટ્રોલ કરવાનો એક મૌકો પણ કોઈ નથી છોડતું.

કાજલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા ઘણી વાર ટ્રોલ થઇ ચુકી છે. ન્યાસા ક્યારેક તેના એરપોર્ટ લુકના કારણે તો ક્યારેક સલૂન કટિંગના કારણે. ત્યારે ફરી એક વાર ન્યાસાને ટ્રોલ કરવામાં આવી હતી.

હાલમાં જ અમિતાભ બચ્ચનના ઘરે દિવાળી પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલીવુડના બધા સિતારાઓ હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં અજય દેવગનનો પરિવાર પણ શામેલ થયો હતો.આ પાર્ટીમાં અજય-કાજલની પુત્રી ન્યાસાએ પીચ કલરનો લહેંગો અને ગોલ્ડન કલરનું બ્લાઉઝ અને દુપટ્ટા સાથે બહુજ ખુબસુરત લાગી રહી હતી. ન્યાસાએ તેનો આ લુક લાઇન્ડ આઈ, ગ્લોસી લિપ્સ અને હાઈલાઈટેડ ચીક્સ સાથે પૂર્ણ કર્યો હતો.

ઘણા લોકોને ન્યાસાનો આ લુક પસંદ આવ્યો ના હતો. ઘણા લોકોએ ટ્રોલ કરતા લખ્યું હતું કે, ‘150 કિલોનો મેકઅપ’ કહી દીધું હતું. તો કોઈ યુઝર્સે ‘મેકઅપની દુકાન’ કહીને ટ્રોલ કરી હતી.

 

View this post on Instagram

 

Sweet girl @nysadevgan 😍 😘

A post shared by nysa devgan 😉 (@princess_nysa_devgan) on

જણાવી દઈએ કે, ન્યાસાને તેને કપડાને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. તે સમયે ન્યાસાના ટ્રોલને લઈને અજયે દેવગનનું એક નિવેદન સામે આવ્યું હતું. ન્યાસાએ લોન્ગ ટીશર્ટની સાથે શોર્ટ્સ પહેરી હતી. શોર્ટ્સ દેખાતી ના હતી જેના કારણે તે ટ્રોલ થઇ હતી.

જણાવી દઈએ કે, ન્યાસા સિંગાપુરમાં ભણી રહી છે. જયારે અજય દેવગણનો પુત્ર યુગ 8 વર્ષનો છે. અજયના કામની વાત કરવામાં આવે તો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં નજરે આવશે. આ સિવાય અજય તાનાજી: ધ અનસંગ વોરિયર, ભુજ ધ પ્રાઇડ ઇન્ડિયા, મેદાન જેવી ફિલ્મમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

Love of my life ♥ @nysadevgan

A post shared by fan account 📍 (@nysadevganparadise) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.