મનોરંજન

કપડાં પછી હવે આ કારણે અજય દેવગનની લાડલી ન્યાસાને સાંભળવી પડી ખરી ખોટી, જાણો સમગ્ર મામલો

હાલમાં જ અમિતાભ બચ્ચનના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા હતા. આ પાર્ટીમાં અજય દેવગણનો પરિવાર પણ શામેલ થયો હતો. આ ખાસ દિવસે લોકોએ અજય દેવગણની પુત્રી ન્યાસાને ટ્રોલ કરી હતી.

અજય દેવગણની પુત્રી ન્યાસા પીચ કલરના લહેંગામાં નજરે આવી હતી. પરંતુ ફેન્સને ન્યાસાનો મેકઅપ લુક પસંદ આવ્યો ના હતો. ન્યાસાએ આઇલાઇનર સાથે સાથે ગ્લોસી લિપસ્ટિક લગાવી ગાલને હાઈલાઈટ કર્યા હતા. ન્યાસા આ લુકમાં બેહદ સુંદર લાગી રહી હતી. પરંતુ યુઝર્સે તેના આ લુકની મજાક ઉડાવી હતી. ઘણા લોકોએ ટ્રોલ કરતા લખ્યું હતું કે, ‘150 કિલોનો મેકઅપ’ કહી દીધું હતું. તો કોઈ યુઝર્સે ‘મેકઅપની દુકાન’ કહીને ટ્રોલ કરી હતી.

જણાવી દઈએ કે, ન્યાસાને તેને કપડાને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. તે સમયે ન્યાસાના ટ્રોલને લઈને અજયે દેવગનનું એક નિવેદન સામે આવ્યું હતું. ન્યાસાએ લોન્ગ ટીશર્ટની સાથે શોર્ટ્સ પહેરી હતી. શોર્ટ્સ દેખાતી ના હતી જેના કારણે તે ટ્રોલ થઇ હતી.

અજયના કામની વાત કરવામાં આવે તો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં નજરે આવશે. આ સિવાય અજય તાનાજી: ધ અનસંગ વોરિયર, ભુજ ધ પ્રાઇડ ઇન્ડિયા, મેદાન જેવી ફિલ્મમાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.