હંમેશા બોલ્ડ કપડાં પહેરનારી કાજોલની લાડલી દેખાઈ વ્હાઇટ ડ્રેસમાં, દિલ જીતી લે એવી તસ્વીરો વાઇરલ
બૉલીવુડ એક્ટર અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા દેવગણ આજકાલ ચર્ચામાં રહી છે. ન્યાસા પર લોકોનું ઘણું ધ્યાન હોય છે. ન્યાસા ઘણી વાર તેના ડ્રેસને લઈને ટ્રોલ થઇ ચુકી છે. ન્યાસાની સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો વાયરલ થતા રહે છે. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ ન્યાસાની ફેન ફોલોઇંગ વધવા લાગી છે. હાલ ન્યાસાની નવી તસ્વીર સામે આવી છે જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
View this post on Instagram
ન્યાસાએ હાલમાં જ વ્હાઇટ ડ્રેસમાં તેની ખુબસુરત તસ્વીરથી લોકોના દિલ જીતી લીધા છે. ન્યાસાની આ તસ્વીર તેના ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ તસ્વીર દિવાળી પાર્ટીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ન્યાસા આ સમયે સિંગાપુરમાં ભણી રહી છે. આ વખતે તે દિવાળી પર પણ ઘરે નથી આવી.
View this post on Instagram
ન્યાસાએ તેના મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જેમાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં નજરે આવી રહી છે. ન્યાસાએ તેના હાથ પર મહેંદી પણ લગાવી છે. કાજોલ આ સમયે ન્યાસા સાથે સિંગાપુરમાં છે તો અજય દેવગણ અને પુત્ર યુગ આ સમયે મુંબઈમાં છે.
View this post on Instagram
આ સિવાય ન્યાસાનો દિવાળી પાર્ટીનો એક વિડીયો પણ ઘણો ચર્ચામાં રહ્યો છે. આ વીડિયોમાં ન્યાસા તેની સહેલીઓ સાથે ડાન્સ કરતી નજરે ચડે છે. થોડા સમય પહેલા ન્યાસાનો ટિક્ટોક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં તે મિત્રો સાથે ડાન્સ કરતી નજરે ચડે છે. આ વીડિયોને બહુ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ન્યાસા ફક્ત 17 વર્ષની છે અને તે સિંગાપોરમાં ભણે છે. તે કોરોના વાયરસ દરમિયાન સિંગાપુરમાં ફસાઈ તી. જોકે બાદમાં તે મુંબઈ પરત ફરી હતી. લોકો અજય દેવગનને ન્યાસાના ડેબ્યુની લઈને સવાલ પૂછે છે. અજય તે સમય ભણતરની વાત કરીને જવાબ આપવાનું ટાળી દે છે, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા જ ન્યાસા ઘણી પોપ્યુલર થઇ ગઈ છે.
View this post on Instagram