અજય-કાજોલની લાડલી ન્યાસાનો દુબઇથી પરત ફરતા જ બદલાયો અંદાજ, નવો લુક જોઇ લોકો બોલ્યા- અરે ! આ ‘Poo’થી પાર્વતી કેવી રીતે બની….

સલવાર સૂટ પહેરવા પર ટ્રોલ થઇ ન્યાસા દેવગન…કાજોલની દીકરીના સંસ્કારી અવતાર પર યુઝર્સે કરી એવી એવી કમેન્ટ્સ કે..હાથોમાં પૂજાની થાળી લઇને મમ્મી કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ન્યાસા દેવગન

બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન અવાર નવાર કોઇના કોઇ કારણે ચર્ચામાં બની રહે છે. ન્યાસા દેવગનને ઘણીવાર બોલ્ડ અવતારમાં સ્પોટ કરવામાં આવે છે અને કેટલીકવાર યુઝર્સ તેને ટ્રોલ પણ કરે છે. ત્યારે હાલમાં જ ન્યાસા દેવગનને તેની મમ્મી કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. જેનો એક વીડિયો અને ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન ન્યાસાનો અલગ અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ન્યાસા એથનિક વ્હાઇટ સલવાર સૂટમાં નજર આવી રહી છે. ન્યાસાનો આ લુક જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન રહી ગયા છે. દુબઇથી પરત ફર્યા બાદ ન્યાસાની પહેલીવાર ઝલક સામે આવી છે. ન્યાસાના દેશી અંદાજે સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતની ચર્ચાઓ છોડી દીધી છે. લોકોનું કહેવુ છે કે દીકરીની બગડેલી ઇમેજને સુધારવા માટે કાજોલ તેને લઇને મંદિર પહોંચી હતી.

કાજોલ અને ન્યાસા રવિવારના રોજ સવારે સિદ્ધિવિનાયક પહોંચ્યા હતા અને બંનેએ ગણપતિ બપ્પાનો આશીર્વાદ લીધો હતો. મંદિર બહાર કાજોલ અને ન્યાસાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા. નો મેકઅપ લુકમાં ન્યાસાને જોઇ બધા હેરાન રહી ગયા હતા. ન્યાસાની જ્યારથી દુબઇ પાર્ટીની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી ત્યારથી નેટિજન્સ કાજોલ-અજય દેવગનની દીકરીને ઘણી ટ્રોલ કરી રહ્યા હતા. કેટલાકે તો તેને નશેડી પણ કહી દીધી હતી. 8 જાન્યુઆરીએ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો,

જેમાં જોઇ શકાય છે કે ન્યાસાના હાથમાં નારિયેળ અને ફૂલોથી સજેલી થાળી છે. આ દરમિયાન તે વ્હાઇટ ફુલ સ્લીવ સલવાર સૂટમાં જોવા મળી હતી. આ સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ કેરી કર્યો હતો. તેણે માથા પર ટીકો લગાવ્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ન્યાસાની આ લુકમાં તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેને ફરી એકવાર ટ્રોલ કરી. એકે લખ્યુ- આમનું કંઇ પણ ખબર નથી પડતી.

બે-બે રૂપ, મા-બાપ સાથે પૂરા કપડામાં અને બહાર મિત્રો સાથે અડધા કપડામાં. એક અન્ય યુઝરે લખ્યુ- અરે ! આ ‘Poo’થી પાર્વતી કેવી રીતે બની ગઇ. એકે લખ્યુ- અચ્છા, આ લોકો મંદિર પણ જાય છે, અમને તો લાગ્યુ કે ખાલી પબ જ જાય છે. ત્યાં અન્ય એકે લખ્યુ- બોલિવુડનો એવો કચરો થઇ રહ્યો છે બધાને ભગવાનનું શરણ લેવું પડે છે. એક અન્યએ લખ્યુ- ચહેરો જોઇને લાગે છે કે પૂરા કપડા પસંજ નથી.

ન્યાસાની ન્યુ યર પાર્ટીની તસવીરો પર સવાલ ઉઠાવતા એકે કહ્યુ- એવું લાગી રહ્યુ છે કે 31 વાળી પાર્ટી બાદ કાજોલ નથી ઇચ્છતી કે Orry સાથે રહે, કારણ કે આનાથી દેવગન પરિવારની છબી ખરાબ થઇ રહી છે. ઘરે બરાબરની ડાટ પડી છે. જણાવી દઇએ કે, ન્યાસા સિંગાપુરમાં અભ્યાસ કરી રહી હતી અને ચાહકોને ઉમ્મીદ છે કે દીકરી જલ્દી જ બોલિવુડમાં પગ મૂકશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina