મનોરંજન

કાજોલને લીધે ઉડી ચુક્યો છે દીકરી ન્યાસાનો મજાક

કાળા રંગને લીધે થતી હતી ટ્રોલ, હવે આટલી સુંદર થઇ ચુકી છે અજયની લાડલી, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

આજના સમયમાં પણ રંગભેદની બાબતો જોવા મળે છે. રંગભેદને લીધે લોકોનો ખુલ્લેઆમ મજાક બનાવવામાં આવે છે. પોતાના શ્યામ રંગને લીધે સામાન્ય જનતા હોય કે પછી બૉલીવુડ કલાકારો, લોકોના નિશાના પર આવી જ જાય છે.

Image Source

એવી જ એક બોલિવુડ માં-દીકરીની જોડી કાજોલ-ન્યાસા દેવગનની છે, જેને પણ અવાર-નવાર પોતાના કાળા રંગને લીધે મજાકનો પાત્ર બનવું પડે છે. વર્ષ 2019 માં જ્યારે ન્યાસા પરિવાર સાથે થાઈલેન્ડ ટ્રીપ થી પરત આવી હતી ત્યારે એરપોર્ટ પર તેની ડ્રેસ સ્ટાઇલ અને કાળા રંગને લીધે ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો.

Image Source

જો કે ઘણીવાર ન્યાસના કપડા પહેરવાની સેન્સ પર લોકો રોષે ભરાયા હતા અને સોશિયલ મીડિયા પર જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી હતી.

Image Source

અભિનેત્રી કાજોલે આજે આ મુકામ પોતાની મહેનતના દમ પર મેળવ્યું છે. જો કે કાજોલનો પણ પોતાના કાળા રંગને લીધે મજાક બનાવવામાં આવતો હતો જેને લીધે તે ખુબ પરેશાન થઇ જતી હતી. કાળો રંગ હોવા છતાં કાજોલે તે મુકામ મેળવ્યું જે આજની સુંદર અભિનેત્રીઓના બસની વાત નથી.

કાજોલે માત્ર 18 વર્ષની ઉંમરે જ કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી અને ખુબ નાની ઉંમરે સફળતા મેળવી લીધી હતી. કાજોલને સાચી ઓળખ વર્ષ 1993 માં આવેલી બાઝીગર ફિલ્મ દ્વારા મળી હતી, જેના પછી કાજોલે અનેક દમદાર ફિલ્મોમાં પોતાની અદાકારી દેખાડી છે. ફિલ્મ ગુપ્ત માટે કાજોલને બેસ્ટ વિલેનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

જો કે હાલની કાજોલને જોતા કોઈ એવું ન કહી શકે કે તેનો રંગ કાળો છે.પહેલાની અને અત્યારની કાજોલમાં ફર્ક સ્પષ્ટ દેખાઈ આવે છે. મળેલી જાણકારીના આધારે કાજોલે મેલનિન સર્જરી કરાવી છે. આ એક એવી સર્જરી છે જેનાથી ચેહરાના અંદરના ભાગને કેમિકલ દ્વારા સફેદ બનાવવામાં આવે છે, જેથી વ્યક્તિનો ચહેરો સફેદ દેખાવા લાગે છે.


જો કે કાજોલ દરેક વખત આ વાતનો ઇન્કાર કરી ચુકી છે અને કહ્યું હતું કે તેણે આવી કોઈ જ સર્જરી કરાવી નથી પણ પ્રાકૃતિક રૂપે જ તેનો રંગ સફેદ થયો છે.

Image Source

અમુક સમય પહેલા ન્યાસા દેવગન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી ત્યારે તેનો રંગ પહેલા કરતા અનેક ગણો સુંદર દેખાયા હતો. આ સમયે ન્યાસાએ બ્લેક ટીશર્ટ અને શોર્ટ પહેરી રાખ્યું હતું. ન્યાસાની અચાનક જ બદલાયેલી સુંદરતા જોઈને લોકો હેરાન રહી ગયા હતા.

અજય દેવગન ખુબ જ શાંત સ્વભાવના માનવામાં આવે છે પણ દીકરી ન્યાસાનો જ્યારે-જ્યારે મજાક બનાવવામાં આવ્યો ત્યારે તેણે લોકોને કરારો જવાબ આપ્યો હતો.એકવાર અજયે કહી દીધું હતું કે,”તમારી ભષાઓ અને વિચાર પર લગામ રાખો, અમે તમારી ભાવનાઓની કદર કરીએ છીએ અને હંમેશા કરશું પણ તમને બધાને નિવેદન છે કે કોઈપણ અભિનેતાના પરિવારને લઈને તેને ટ્રોલ ન કરો”.