હિન્દી બોલવાને લઈને અજય દેવગનની લાડલી ન્યાસા લોકોએ ખુબ સંભળાવી દીધી, લોકોએ કહ્યું, “આમને બસ પાર્ટી કરતા આવડે છે.”

ન્યાસા દેવગનનું ખરાબ હિન્દી સાંભળીને હેરાન રહી ગયા લોકો, ટ્રોલર્સે કહ્યું તૂટેલું ફુટેલુ હિન્દી છે, શરમ આવવી જોઈએ…

બોલીવુડના કલાકારોની જેમ જ તેમના સંતાનો પણ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ઘણીવાર તે જાહેરમાં કોઈ એવી હરકતો કરી બેસતા હોય છે કે તેના કારણે તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડતો હોય છે, આ સ્ટારકિડ્સનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ હોય છે. ત્યારે બોલીવુડના સિંઘમ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા પણ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે.

ત્યારે ગત સોમવારના રોજ ન્યાસાનો એક વીડિયો વાયરલ થયો, જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયોની અંદર ન્યાસા હિન્દી બોલવાનો ભરપૂર પ્રયાસ કરતી જોવા મળે છે. તે છતાં તે હિન્દી બરાબર બોલી નથી શકતી જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે.

ન્યાસા હાલમાં જ ગ્રામીણ અહેમદનગરમાં વંચિત વિદ્યાર્થીઓ માટે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી. અજય દેવગનના એનવાય ફાઉન્ડેશને એક સંસ્થા સાથે જોડાણ કર્યું છે જે દેશભરના 200થી વધુ ગામડાઓમાં સક્રિય છે. આ દરમિયાન ન્યાસાએ ડિજિટલ લાઈબ્રેરીઓનું ઉદ્ઘાટન કર્યું. તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકો અને રમતગમતની કીટનું વિતરણ કર્યું હતું. આ સિવાય બાળકો સાથે એક ગ્રુપ ફોટો પણ ક્લિક કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવે ન્યાસા આટલા મોટા કાર્યક્રમાં ગઈ હતી એટલે ત્યાંના બાળકોને મોટિવેટ કરવા કંઈક બોલવું પડે તેમ હતું. તેને માઈક પકડ્યું અને અંગ્રેજીનાં બદલે હિન્દીમાં ભાષણ શરૂ કર્યું. કારણ કે ત્યાં બાળકોને અંગ્રેજી નહોતું આવડતું. ન્યાસાએ બાળકોને શિક્ષણ અને પુસ્તકો વાંચવાના મહત્વ વિશે વાત કરી, પરંતુ તે હિન્દી બોલી શકતી ન હોવાથી તૂટેલા સ્વરમાં બોલી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ ન્યાસા તેના ભાષણને કારણે ટ્રોલ થવા લાગી હતી.

આ વીડિયો જોઈને યૂઝર્સ સોશિયલ મીડિયા પર ન્યાસને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “આ દુનિયા કેટલી ખોટી છે, તેમને PRના કારણે પ્રેમ મળે છે અને અંગ્રેજીમાં રટ્ટો મારીને હિન્દીમાં ભાષણ નથી આપી શકતા. અમને એવા સ્ટાર કિડ્સ નથી જોઈતા, જેમણે PR સ્ટંટ કરીને લાઇમલાઇટમાં આવવું પડે. બીજા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, “હિન્દી ભાષા પણ રડતી હશે.” અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, “ભાઈ… કેમ… કેમ… તે માત્ર પાર્ટી કેવી રીતે કરવી તે જાણે છે ?’

Niraj Patel