મોડી રાત સુધી છોકરાઓ સાથે પાર્ટી કરે છે અજય દેવગનની લાડલી, આ અભિનેત્રીના બોયફ્રેન્ડ સાથે વાયરલ થઇ કોઝી તસવીર

પાન મસાલા વાળા એક્ટરની દીકરી લંડનના નાઈટ ક્લબમાં કરે છે લક્ઝુરિયસ પાર્ટી, તસવીરો જોઈને કહેશો કહેશો પૈસા હોય તો શું ન થઇ શકે

બોલીવુડના સિંઘમ કહેવાતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા દેવગન લોકપ્રિય સ્ટારકિડમાંની એક છે. હજી સુધી ન્યાસાએ બોલીવુડમાં ડેબ્યુ પણ નથી કર્યું છતાં તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી કમ નથી અને તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન પેજ પણ છે. સોશિયલ મીડિયા પર ન્યાસાની તસવીરો આવતા જ વાયરલ થઇ જાય છે. એવામાં ન્યાસાની અમુક નવી તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.

સામે આવેલી તસવીરોમાં ન્યાસાએ ઓફ શોલ્ડર વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું છે અને પોતાના મિત્રો સાથે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. તસવીરોમાં ન્યાસા ઓરહાન અને અન્ય મિત્રો સાથે ક્લબમાં પાર્ટીની મસ્તીમાં ડૂબેલી જોવા મળી રહી છે. ઓરહાન જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ છે અને તે દરેક સ્ટારકિડ્સની પાર્ટીમાં જોવા મળે છે.

પાર્ટીમાં ઓરહાન અને ન્યાસાએ એકબીજા સાથે ખુબ મસ્તી કરતી તસવીરો ક્લિક કરી હતી. બંને તસવીરોમાં એકબીજાની ખુબ જ નજીક દેખાઈ રહ્યા હતા. તસ્વીરોમાં ન્યાસા સાથે અર્જુન રામપાલની દીકરી માહિકા રામપાલ પણ જોવા મળી રહી છે. ન્યાસાને હરવા ફરવાનો અને પાર્ટી કરવાનો ખુબ જ શોખ છે અને તેની અવાર નવાર પાર્ટી કરતી તસવીરો સામે આવતી રહે છે.

અમુક દિવસો પહેલા જ ન્યાસાએ પોતાના 19માં બર્થડેની ઉજવણી કરી હતી. આ સમયે અજય દેવગને દીકરી માટે સુંદર મેસેજ પણ શેર કર્યો હતો. અજયે લખ્યું હતું કે,”મારી વ્હાલી દીકરી, તું ખાસ છે. આજ કાલ અને હંમેશા. જન્મદિવસની ખુબ શુભકામનાઓ ન્યાસા. તમારી પાસે હોવાનું સૌભાગ્ય”.આગળના મહિને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાના એકાઉન્ટ પર ન્યાસાની સુંદર તસવીર શેર કરી હતી. તે દિલ્લીમાં આયોજિત FDCI X ફેશન વિકન શોનો હિસ્સો બની હતી.જેના પછીથી માનવામાં આવી રહ્યું છે કે ન્યાસા બોલીવુડમાં આવી શકે તેમ છે.

આ બાબતે એક ઇન્ટરવ્યૂમાં અજયે પણ કહ્યું હતું કે ન્યાસાને પોતાની કારકિર્દી પસંદ કરવાનો પૂરો હક છે, તે પોતાની મરજીથી કારકિર્દી પસંદ કરશે. હાલ તે સિંગાપોરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને હાલ તેનો બોલિવુડમાં આવવાનો કોઈજ પ્લાન નથી”.

Krishna Patel