BREAKING: ફરી ધણધણ્યું અમેરિકા, અહીંયા મેટ્રો સ્ટેશન પર જોરદાર ફાયરિંગ થતા જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા જુઓ તસવીરો

અમેરિકામાં ન્યુયોર્કમાં આજે સવાર સવારમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટના NY ના બ્રૂક્લીન સબવે સ્ટેશન પર થઇ છે. વિદેશી મીડિયાના રિપોર્ટ અનુસાર, આ ફાયરીંગમાં ઘણા લોકોના જીવ ગયાની આશંકા છે. ન્યુયોર્ક સીટી ફાયર ડીપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ પણ જણાવ્યું છે કે ઘટનાસ્થળે અનેક લોકો ગોળીબારમાં ઘાયલ થયા છે.

ત્યાંની પોલીસે લોકોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. અંધાધૂંધ ગોળીબારમાં ન્યૂયોર્ક ટાઈમ્સના મળતા અહેવાલ મુજબ 13 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થયેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે એક શંકાસ્પદને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુલ 5 વ્યક્તિઓને ગોળી વાગી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ ઘટના બાદ સ્ટેશન પર ધુમાડો પણ જોવા મળ્યો હતો. અત્યારે ત્યાંની કોપ્સ આરોપીઓની શોધ કરી રહી છે. પ્રાથમિક તપાસ બાદ કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબાર કરનાર શખ્સ મેટ્રો સ્ટેશનમાં કન્સ્ટ્રકશન વર્કરના કપડામાં આવ્યો હતો.

તેણે ગેસ માસ્ક પણ પહેરેલ હતું. અત્યારે કોપ દ્વારા સ્થળ પર લગાવવામાં આવેલ તમામ સીસીટીવી ફૂટેજ તપાસમાં આવી રહ્યા છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ એક આતંકી ઘટના છે કે અન્ય કોઈ ષડ્યંત્ર તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે, સવાર સવારમાં અચાનક થયેલા અંધાધૂંધ ગોળીબારને કારણે ત્યાંના આજુ બાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ન્યૂયોર્કમાં થયેલો આ હુમલો આતંકવાદી કૃત્ય છે કે શું તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યાંના લોકલ ટાઈમ મુજબ મોર્નિંગ 8-30 વાગ્યે ન્યૂયોર્ક સબ-વે (મેટ્રો ટ્રેન)ના 36મી સ્ટ્રીટ સ્ટેશન પાસે આ ઘટના બની હતી.આ ઘટના પછી અધિકારીઓએ લોકોને ત્યાંથી દૂર રહેવા ચેતવણી આપી હતી. આ ઘટનાને કારણે 4 લાઈનો પર ટ્રેનો મોડી પડી હતી.

આ ફાયરિંગમાં ઘણા લોકોનું ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જ સમયે પોલીસ દ્વારા સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર ન્યૂયોર્ક શહેરમાં સબવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ હુમલો અમેરિકન સમય અનુસાર સવારે આઠ વાગ્યે કરવામાં આવ્યો હતો.

આ તે સમય હતો જ્યારે ઘણા લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે અને સ્ટેશન પર પણ ભારે ભીડ હોય છે. આ હુમલામાં કેટલા આરોપીઓ સામેલ છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. પરંતુ પોલીસને હજુ સુધી સ્થળ પરથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. લોકોને કંઈપણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

આ ગોળીબાર કોના દ્વારા અને કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે હજી સુધી જાણકારી પ્રાપ્ત થઈ નથી. જો પોલીસ એલર્ટ થઈ છે અને યુદ્ધના ધોરણે ઘાયલોને નજીકના દવાખાને પહોંચાડવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગેના વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયાં છે.

YC