પતિ નિખિલ જૈન નહિ પરંતુ આ વ્યક્તિ છે નુસરત જહાંના દીકરાના પિતા, બર્થ સર્ટિફિકેટમાં થયો ખુલાસો

બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો. અભિનેત્રીની પ્રેગ્નેંસી ઘણી વિવાદોમાં રહી હતી. કારણ કે તે પ્રેગ્નેંસી પહેલા જ તેના પતિ નિખિલ જૈનથી અલગ રહેવા લાગી હતી. નિખિલે જણાવ્યુ હતુ કે, તેને નુસરતની પ્રેગ્નેંસી વિશે કોઇ જાણકારી નથી. એવામાં નુસરતના દીકરાના પિતાના નામ પર અટકળો ચાલી રહી છે. એવામાં હવે નુસરતના દીકરા Yishan ના પિતાનુ નામ કંફર્મ થઇ ગયુ છે.

નુસરત જહાંના એક્સ પતિ નિખિલ જૈને બાળકના પિતાના સવાલ પર કહી દીધુ હતુ કે, તેને આ બાળકથી કોઇ લેવા દેવા નથી. કારણ કે લાંબા સમયથી તે નિખિલથી અલગ રહી રહી છે. નિખિલના આ નિવેદન બાદથી જ તેના બાળકના પિતા વિશેની અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે બાળકના પિતાનું નામ કંફર્મ થઇ ગયુ છે.

નુસરત જહાંના બાળકનાા પિતા યશ દાસગુપ્તા છે. નુસરતના દીકરાના રજિસ્ટ્રેશનની ડિટેલ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલ પર ઉપલબ્ધ છે. એવામાં બાળક અને તેના પિતાનું નામ પબ્લિક ડોમેનમાં આવી ગયુ છે. મીડિયા રીપોર્ટ અનુસાર બાળકનું નામ Yishaan ઇશાન દાસગુપ્તા લખવામાં આવ્યુ છે. ત્યાં પિતાનું નામ દેેબાશીશ દાસગુપ્તા લખવામાંં આવ્યુ છે. જણાવી દઇએ કેે, યશ દાસગુપ્તાનું અધિકારિક નામ દેબાશીશ દાસગુપ્તા છે.

Image source

નુસરત જહાં અને યશ દાસગુપ્તાની અફેરની ખબરો ઘણા સમયથી આવી રહી હતી. નિખિલે પણ તેના નિવેદનમાં નુસરત અને યશના અફેરની હિંટ આપી હતી. તેના અનુસાર નુસરત સાથે તેના લગ્ન તૂટવાનું કારણ યશ દાસગુપ્તા છે. જો કે, તેણે કયારેય પણ યશનું નામ લીધુ નથી.

Shah Jina