નુસરત જહાંએ મમ્મી બન્યા બાદ કરાવ્યુ હોટ અને કાતિલાના ફોટોશૂટ, ખાલી ટી શર્ટ પહેરી બતાવ્યો બોલ્ડ અંદાજ

ટીશર્ટની નીચે કઈ પહેર્યું છે? લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ બોલ્યા મારકણી અદાઓ ઉફ્ફ્ફ

બંગાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાં આ દિવસોમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે હાલમાં તેણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખૂબ ચર્ચામાં છે. નુસરતે આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અભિનેત્રી નુસરત જહાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થાય છે. નુસરતની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની 2.6 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારે હાલમાં જ નુસરતે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ ચર્ચામાં છે.

નુસરતે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તેનો બોલ્ડ અને ગોર્જિયસ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તે પિંક કલરની ટી શર્ટમાં જોવા મળી રહી છે. તેણે આ લુક સાથે મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબસુરત લાગી રહી છે આ દરમિયાન તેણે બ્રાઉન બુટ્સ કેરી કર્યા હતા. અભિનેત્રીનો આ તસવીરોમાં કાતિલાના અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, મારા સોથી મજબૂત એક્સક્યુઝથી પણ વધારે મજબૂત.. (Stronger than my strongest excuse)

નુસરતની આ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા જ નુસરતે બાળકના બર્થ રજિસ્ટ્રેશનની ડિટેલ પબ્લિક ડોમેનથી આવેલી ડિટેલ્સમાં એ વાત સામે આવી કે યશ દાસગુપ્તા જ ઇશાનના પિતા છે. તેમાં બાળકનું પૂરુ નામ ઇશાન જે દાસગુપ્તા લખ્યુ છે. કોલકાતા નગર નિગમમાં દાખલ ડોક્યુમેન્ટ અનુસાર, પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યુ છે, જે અભિનેતા યશ દાસગુપ્તાનું ઓફિશિયલ નામ છે.

જણાવી દઇએ કે, નુસરત જહાંએ નિખિલ જૈન સાથે તુર્કીમાં વર્ષ 2019માં  લગ્ન કર્યા હતા. નુસરતની પ્રેગ્નેંસીની ખબર સામે આવતા નિખિલ જૈને કહ્યુ હતુ કે, તેને નુસરતની પ્રેગ્નેંસી વિશે કોઇ જાણકારી નથી. તે બંને છેલ્લા કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે અને તેને જ કારણે આ તેનું બાળક નથી. તે બાદ નુસરતે એક નિવેદન જારી કર્યુ હતુ.

નુસરતે કહ્યુ હતુ કે, ભારતીય કાનૂન અનુસાર તેમના લગ્ન થયા જ નથી, આ એક લિવ ઇન રિલેશનશિપ છે. ત્યાં જ નુસરત જહાં અને યશ દાસગુપ્તાના અફેરની ખબરો સામે આવી હતી. જયારે અભિનેત્રી નિખિલ સાથે લગ્નના સંબંધમાં હતી. યશ દાસગુપ્તા અને નુસરત વચ્ચે નજીકતા ત્યારે વધી જયારે ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ હતુ.

Shah Jina