મનોરંજન

પતિ સાથે નજરે આવી સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં, ઘાઘરા પહેરેલા લુકમાં તસ્વીરો વાયરલ

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નુસરત જહાંની તેની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરવામાં કોઈ જ ખચકાટ નથી કરતી.

Image Source

નુસરતના ફેન્સ પણ તેની આ અદાથી ફિદા છે. એક્ટ્રેસથી સાંસદ બનેલી નુસરતની ફોટો થોડી જ મિનિટમાં વાયરલ થઇ જાય છે.

Image Source

આ વચ્ચે નુસરત તેની પતિ સાથેની રોમેન્ટિક અને મસ્તી ભરી તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે. શેર કરેલી તસ્વીરમાં તે તેના પતિ નિખિલ જૈન સાથે ક્યારેક હસતી તો ક્યારેક ડાન્સ કરતી નજરે ચડે છે.

Image Source

હાલમાં જ નુસરતે તેના પતિ નિખિલજૈન સાથે લગ્નમાં મસ્તી કરી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Image Source

શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, નિખિલ વ્હાઇટ પાયજામા-કુર્તામાં નજર આવી રહ્યો છે. તો નુસરત મલ્ટી કલર સ્લીવલેસ લહેંગા પહેરીને ખુબસુરત નજરે આવી રહી છે.

Image Source

બંને આંખ પર ગોગલ્સ પહેર્યા છે. એક તસ્વીરમાં બંને ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. તો અન્ય એક તસ્વીરમાં ઓટો રિક્ષાની સવારી કરતા નજરે ચડી રહ્યા છે. આ તસ્વીરને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લાઈક મળી ચુકી છે.

Image Source

સામે આવેલી નુસરત-નેહાની તસ્વીર જોઈને ફેન્સ લગાતાર કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ તેના આઉટફિટની પ્રસંશા કરી રહ્યા છે. ઘણા લોકો નુસરત જહાંને ટ્રોલ કરી રહ્યા છે. નુસરતને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું હતું કે, મેડમ ક્યારેક સંસદ પણ જાવ હાલ બજેટ ચાલી રહ્યું છે.

Image Source

આ તસ્વીર શેર કરતા નુસરત જહાંએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘Part of the “ knotty “ affair… આગરામાં ઘાઘરા, સૌરભ અને રિચા.

Image Source

સોશિયલ મીડિયા યુઝર્સ કંઈ પણ કહે નુસરતને તેના કમેન્ટની કોઈ અસર નથી થતી. નુસરત હંમેશા બિન્દાસ અંદાજમા તેની તસ્વીર શેર કરતી રહે છે.

Image Source

નુસરતના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘અસુર’માં નજરે આવી હતી. હાલમાં જ એક ખબર આવી રહી છે કે, નુસરત જહાં વધુ એક ફિલ્મમાં કામ કરી રહી છે. નુસરત સાથે આ ફિલ્મમાં અબીર ચેટર્જી પણ જોવા મળશે.

આ ફિલ્મ લોન્ગ ડિસ્ટન્સ કપલની સમસ્યા પર આધારિત છે. ફિલ્મમાં નુસરત અને અબીર સિવાય બાંગ્લાદેશી એક્ટર મોશરફ કરીમ, પૌલોમી બસુ નજરે આવશે. ફિલ્મનું નામ ‘ડિક્શનરી’ છે. જેમાં ઉજ્જવલ ચટ્ટોપાધ્યાયએ લખ્યું છે. આ વાતની પૃષ્ટિ હજુ સુધી નુસરત જહાંએ નથી કરી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.