મનોરંજન

અભિનેત્રીથી ગ્લેમરસ સાંસદ બનેલી Nusrat એ તુર્કીમાં માંડ્યા પ્રભુતામાં પગલાં, જુઓ ફોટો

પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની ગ્લેમરસ સાંસદ અને બાંગ્લા ફિલ્મની સૌથી ફેમસ અભિનેત્રી નુસરત જહાંએ કોલકતાના બિઝનેશમેન નિખિલ જૈન સાથે 19 જૂનના પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. બન્નેએ તુર્કીના બોડરમ શહેરમાં લગ્ન કર્યા હતા. નુસરત જહાંના લગ્નમાં નજીકના સગા તેમજ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

View this post on Instagram

 

Towards a happily ever after with @nikhiljain09 ❤️

A post shared by Nusrat (@nusratchirps) on


લગ્નના જોડામાં નુસરત જહાં બહુજ સુંદર લાગતી હતી. નુસરત જહાં અને તેના પતિ નિખિલે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ફોટો શેર કરી હતી. જેમાં નુસરત જહાંએ લાલ રંગ ચોળી અને તેના પતિએ ઓફ વ્હાઇટ કલરની શેરવાની પહેરી હતી.
નુસરત જહાંએ દુલહનના અવતારના બહુજ સુંદર લાગતી હતી.


નુસરત જહાંના લુકની વાત કરવામાં આવે તો ગોલ્ડર અને લાલ રંગના લહેંગામાં નજર આવી હતી. આ લહેંગો ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખરજીના કલેક્શનમાંથી હતો. નુસરત જહાંએ આ લુક સાથે ગોલ્ડન જવેલરી પહેરી હતી. સાથે જ હાથમાં ગોલ્ડન ક્લીરે અને સાથે લાઈટ મેકઅપ અને લાલ લિપસ્ટિક લગાવી હતી. આ લુકમાં બહુજ સુંદર લાગતી હતી.


નુસરત જહાં અને નિખિલના લગ્ન જૈન રીતિ-રિવાજથી કરવામાં આવ્યા છે. લગ્નના ઘણા ફોટો અને વીડિયો સૉશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સિવાય નુસરત જહાંના પીઠીના ફોટો પર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

knottingbellsનામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં નુસરતની એન્ટ્રી દેખાડવામાં આવી છે.વીડિયોમાં જોઈ શકાય છે કે નુસરત લાલ લહેંગામાં મંડપમાં પ્રવેશ કરે છે. તેની પહેલા નુસરતે તેની પીઠીની ફોટો પણ શેર કરી હતી. આ ફોટોમાં નુસરત ઘણી ઈમોશનલ જોવા મળી હતી. નુસરતના ગાલમાં પીઠી લાગી હતી અને તેના પપ્પાને ગળે લગાવીને રડી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 2 દિવસથી નુસરતના પ્રિ-વેડિંગ ફંક્શન ચાલ્યા હતા. આ દરમિયાન મહેંદી પાર્ટી અને યોટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


જણાવી દઈએ કે નુસરત જહાં અને નિખિલ જૈનની મુલાકાત ગયા વર્ષે દુર્ગા પૂજા દરમિયાન થઇ હતી. ત્યારબાદ બન્નેની મુલાકાતનો સિલસિલો વધી ગયો હતો. ત્યાર બાદ બન્ને જલ્દીજ રિલેશનશીપમાં આવી ગયા હતા. અને લગ્નગ્રંથિમાં જોડાવાનો ફેંસલો લીધો હતો.


નોંધનીય છે કે, બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં આ વર્ષે જ લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસથી ચૂંટણી લડી હતી.આ ચૂંટણીમાં તેણે પશ્ચિમ બંગાળ સીટની બશીરહાટ સીટમાં 3.5 લાખના વોટથી જીત મેળવી હતી. એક્ટિંગ દરમિયાન નુસરત જહાંએ ખેલાડી, શોત્રુ, ખોકા 420, જમાઈ, લવ એક્સપ્રેસઅને ક્રિસક્રોસ જેવી ઘણી શાનદાર ફિલ્મમાં કામ કર્યું છે.તેના પતિ નિખિલ જૈન બંગાળના ટોપ બિઝનેશમેનમાં સમાવેશ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks