બોલ્ડ સાંસદ નુસરત જહાંએ કન્ફર્મ કરી દીધુ આની સાથે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ ? અને આ જ પિતા છે બાળકના?

નુસરત જહાના બાળકનો બાપ કોણ છે? નુસરતનો આ રોમાન્સ વાળો વીડિયો જોતા જ સમજાઈ જશે

પશ્ચિમ બંગાળની ખૂબસુરત અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાં થોડા સમય પહેલા જ એક દીકરાની માતા બની છે. તેના જયારથી પ્રેગ્નેટ હોવાની ખબરો સામે આવી છે, ત્યારથી તેને બાળકના પિતા વિશે પૂછવામાં આવી રહ્યુ છે. પરંતુ નુસરતે કયારેય પણ આ મામલે કોઇ વાત કરી નથી. જો કે તેનું નામ તેના કો-એક્ટર અને નેતા યશ દાસ ગુપ્તા સાથે જોડાઇ રહ્યુ છે.

આ વચ્ચે જ હવે નુસરત અને યશનો એક વીડિયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અભિનેત્રીએ કયારેય પણ પોતાના સંબંધ પર મોહર લગાવી નથી. જણાવી દઇએ કે, યશ નુસરત સાથે પ્રેગ્નેંસીમાં દરમિયાન હોસ્પિટલમાં રહ્યા હતા, નુસરતને દીકરો થયાની ખુશખબરી પણ યશે જ આપી હતી. પરંતુ હવે લાગે છે કે નુસરત આ સંબંધને લઇને ખુલીને સામે આવવા માંગે છે.

નુસરતે હાલમાં જ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ફૈન મેડ વીડિયો શેર કર્યો હતો, જેને જોઇને એ કહેવું ખોટુ નહિ હોય કે અભિનેત્રીએ તેના સંબંધને સાર્વજનિક કરતા મોહર લગાવી દીધી છે. આ વીડિયોમાં નુસરત અને યશના દીકરાને શુભકામના આપવામાં આવી છે. ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં લખવામાં આવ્યુ છે કે, Yishaan ના જન્મ માટે Yashratને શુભકામના.

આ પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, અમને હજુ સુધી અમારા બેબીજાનની એક ઝલક જોવા મળી નથી. આ માટે મેં તમારા બંનેનો  આ નાનો વીડિયો મેસેજ બનાવ્યો છે. નુસરતના ચાહકની તરફથી Yishaanને ખૂબ પ્રેમ.

તમને જણાવી દઇએ કે, આ વર્ષ જૂનમાં નુસરત તેના પતિ નિખિલ જૈન સાથેના અણબનાવને લઇને ચર્ચામાં આવી હતી. ત્યારે નુસરતે બિઝનેસમેન નિખિલ જૈન સાથેના તેના લગ્નને માનવાની ના કહી દીધી હતી. નિખિલે દાવો કર્યો હતો કે નુસરત 2020થી તેની પાસે રહી રહી નથી. એવું કહવામાં આવી રહ્યુ હતુ કે, નુસરત છેલ્લા વર્ષથી જ અભિનેતા યશ દાસગુપ્તા સાથે લિવઇન રિલેશનશિપમાં રહી રહી છે. હાલ તો નુસરતે તેના દીકરાના પિતા વિશે કોઇ ખુલાસો કર્યો નથી.

Shah Jina