પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની ગ્લેમરસ સાંસદ અને બાંગ્લા ફિલ્મની સૌથી ફેમસ અભિનેત્રી નુસરત જહાંએ કોલકતાના બિઝનેશમેન નિખિલ જૈન સાથે 19 જૂનના પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. બન્નેએ તુર્કીના બોડરમ શહેરમાં લગ્ન કર્યા હતા. નુસરત જહાંના લગ્નમાં નજીકના સગા તેમજ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

નુસરત સોશિયલ મીડિયામાં પણ ઘી એક્ટિવ રહે છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ તે નવી-નવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નુસરત જહાં તેના પતિ નિખિલ જૈન સાથે કોલકાતા દુર્ગા પૂજાના પંડાલમાં સ્પોટ થઇ હતી.

હાલમાં જ નુસરત જહાંન ઇએક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

આપણે નુસરત જહાંને મેકઅપવાળી તસ્વીરમાં જ જોતા હોય છે. પરંતુ હાલમાં જ નુસરતની એક મેકઅપ વગરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં તે ઘણી સુંદર લાગી રહી છૅ. આ સિવાય નુસરત જહાંએ નિખિલ જૈન સાથે બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તે બન્ને ખુબ જ ખુશ નજરે આવે છે.

નુસરત જહાંએ 19 જૂનના રોજ બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં સાત ફેરા ફર્યા હતા. નુસરત અને નિખિલે પહેલા હિન્દૂ રીત રિવાજ અને બાદમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કારણે ઘણો વિવાદ પણ થયો હતો.