મનોરંજન

લગ્નના બે મહિના પછી સુંદર સાંસદ નુસરત જહાંની સામે આવી એવી તસ્વીર, કહ્યું-”મારું પહેલું બાળક…”

ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં લગ્ન પછીથી જ લગાતાર ચર્ચામાં બનેલી છે. અભિનેત્રીથી સાંસદ સુધીની સફર કરનારી નુસરતે 19 જૂનના રોજ બિઝનેસમૈન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. નુસરત જહાં સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

Set the sun in style…..

A post shared by Nusrat (@nusratchirps) on

એવામાં એક વાર ફરીથી નુસરતે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીરની સાથે નુસરતે એક સુંદર કૈપ્શન પણ લખ્યું છે. તસ્વીરમાં નુસરત મહારાષ્ટ્રીયન લુકમાં દેખાઈ રહી છે. નુસરતની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

આ તસ્વીરમાં નુસરતની સાથે એક બાળક પણ દેખાઈ રહ્યો છે. આ બાળક ભગવાન કૃષ્ણના રૂપમાં દેખાઈ રહ્યો છે. સુંદર સાડી પહેરેલી નુસરતે મહારાષ્ટ્રીયન નથળી સાથે વાળમાં ફૂલોનો ગજરો પણ લગાવી રાખ્યો છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તસ્વીરમાં આ બાળક નુસરતની સાથે વાત કરતો દેખાઈ રહ્યો છે.

આ સુંદર તસ્વીરને પોસ્ટ કરતા નુસરતે કૈપ્શનમા લખ્યું કે,”તું હંમેશા મારો લાડકો ગોપાલ રહીશ, તારા માટે મારો પ્રેમ હું કોઈની પણ સાથે શેર નહીં કરું. તું મારા માટે હંમેશા નંબર વન છે. તું હંમેશા મારો પહેલો બાળક જ રહીશ. તને ખુબ જ પ્રેમ મારા શૈતાન બાળક. ઘણીવાર તું મને એ અનુભવ કરાવે છે કે હું તારી ઉંમરની નથી”. ફૈન્સ પણ કમેન્ટ કરીને આ નાના બાળક વિશે પૂછી રહ્યા છે.

અમુક દિવસો પહેલા જ નુસરતે અમુક તસ્વીરો શેર કરી હતી જેમાં તે પતિ નિખિલ જૈનની સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. નુસરતે આ દરમિયાન ગુલાબી રંગનો લહેંગો પહેરી રાખ્યો છે અને નિખિલ તેને ઊંચકી રહ્યા છે. જ્યારે નિખીલે બ્લુ રંગનો કુર્તો પહેરી રાખ્યો છે.

 

View this post on Instagram

 

Throwback to the best time of our lives… @nikhiljain09 moments from the sangeet #thenjaffair

A post shared by Nusrat (@nusratchirps) on

જણાવી દઈએ કે બંન્નેએ 19 જુના રોજ હિન્દૂ અને પછી ક્રિશ્ચિયન એમ બંન્ને રિવાજો સાથે લગ્ન કર્યા હતા. જેને લીધે તેઓના લગ્ન ખુબ વિવાદોમાં પણ રહ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks