મનોરંજન

હિરોઈન અને સુંદર સંસદ નુસરતએ ઉજવ્યો કરવા ચોથનો તહેવાર કંઈક આ રીતે, 10 જોવા જેવી તસ્વીરો

ગુરુવારના રોજ ઉજવાયેલો કરવાચોથનો તહેવાર ભારતભરમાં ઉજવાયો. આ તહેવારમાં સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે, આખા દિવસના ઉપવાસ બાદ રાત્રે ચાળણીમાં પોતાના પતિનું મોઢું જોઈને પતિના હાથે પાણી પી અને આ વ્રત ખોલવામાં આવે છે. સામાન્ય મહિલાથી લઈને બોલીવુડની ઘણીબધી હિરોઈને આ દિવસે વ્રત રાખ્યું અને પોતાના વ્રત ખોલતા તેમજ પૂજા કરતા ફોટાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

ઘણા બધા સેલિબ્રિટી ફોટાની સાથે સાથે સૌને તાજેતરમાં જ ચર્ચામાં રહેલી ત્રિનુંમૂલ કોંગ્રેસની સાંસદ અને મશહુર અભિનેત્રી નુસરત જહાંના ફોટાની પ્રતીક્ષા હતી. નુસરતે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ તે વધુ ચર્ચામાં રહી છે, નુસરતે નિખિલ સાથે લગ્ન કરી હિન્દૂ રીતિ રિવાજો અપનાવવાનું તેમજ ધાર્મિક તહેવારો ઉજવવાનું પણ શરૂ કરી દીધું હતું. જેને લઈને લોકો પ્રતીક્ષા કરી રહ્યાં હતા કે શું નુસરત કરવાચોથ પણ ઉજવશે?

નુસરતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના પતિ નિખિલ સાથે વ્રત ખોલતા ફોટા મૂકીને પોતાના ચાહકોને ખુશ કર્યા હતા.

ફોટામાં જોઈ શકાય છે કે નુસરત પોતાના પતિનું મોઢું ચાળણીમાં જોઈ રહી છે, અને તેમની આરતી પણ ઉતારી રહી છે. તેમજ તેનો પતિ નિખીલ જૈન તેને પોતાના હાથે વ્રત ખોલાવી રહ્યો છે, સાથે એકબીજાના ચહેરા પર ખુશી અને બંને વચ્ચેનો પ્રેમ પણ આ ફોટોગ્રાફમાં જોવા મળે છે.

નિખિલ સાથે લગ્ન કરી હિન્દૂ રીતિ-રિવાજો અપનાવવાના કારણે નુસરત જહાં કેટલાક કટ્ટરપંથીઓના અને મુસ્લિમ ધર્મગુરુઓના નિશાન પર રહી છે, નુસરત વિરુદ્ધ કેટલાક ફતવા પણ બહાર પાડવામાં આવ્યા છે, નુસરતે દુર્ગા પૂજાનો તહેવાર પણ ખુબ જ ધામધૂમથી મનાવ્યો ત્યારે પણ તેનો મોટો વિરોધ થયો હતો.

 

View this post on Instagram

 

Ashthami te #suruchisangha with beloved hubby @nikhiljain09 and dada #aroopbiswas #durgapuja #truebong #secularbengal

A post shared by Nusrat (@nusratchirps) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.