લોકસભાની ચૂંટણી બાદ સાંસદ તરીકે ચૂંટાઈ આવેલી તૃણમૂલ કોંગ્રેસની બે સભ્ય નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ મંગળવારે સદનના સભ્ય તરીકે શપથ લીધી. આ બંને જ બંગાળી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રીઓ છે. તાજેતરમાં જ નુસરત જહાંના લગ્ન થયા હોવાના કારણે તે 17મી લોકસભાના પહેલા અને બીજા દિવસે શપથ લઇ શકી ન હતી.
ત્યારે મંગળવારે લોકસભાના સભ્ય તરીકે પહેલીવાર શપથ લેતી વખતે નુસરતે શરૂઆત ‘વંદે માતરમ’ના નારા સાથે કરી અને આટલું જ નહિ, નુસરત સ્પીકરના પગે પણ લાગી. હાલમાં જ નુસરત જહાંએ બિઝનેસમેન નિખિલ જૈન સાથે ટર્કીમાં હિન્દૂ અને ક્રિશ્ચિન રીત-રિવાજ સાથે લગ્ન કર્યા છે. દેશની બહાર હોવાના કારણે નુસરત લોકસભા શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી શકી ન હતી. તેના લગ્નમાં મિમી ચક્રવર્તી પણ પહોંચી હતી જેના કારણે એ બંનેએ મંગળવારના રોજ બંનેએ એકસાથે શપથ ગ્રહણ કરી.

શપથ ગ્રહણ કરવા માટે નુસરત સાડી પહેરીને પહોંચી હતી અને તેને સેંથામાં સિંદૂર પણ પૂર્યું હતું અને હાથમાં ચૂડો પણ પહેર્યો હતો. નુસરત સિવાય મિમી પણ ટ્રેડિશનલ અવતારમાં આવી હતી. તેને વ્હાઇટ સૂટ પહેર્યો હતો. શપથ ગ્રહણ બાદ બંનેએ સ્પીકર ઓમ બિડલાને પગે લાગીને આશીર્વાદ લીધા જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
#WATCH: TMC’s winning candidate from Basirhat (West Bengal), Nusrat Jahan takes oath as a member of Lok Sabha today. pic.twitter.com/zuM17qceOB
— ANI (@ANI) June 25, 2019
નુસરત જહાંએ શપથ ભાષણની શરૂઆત ‘અસ-સલામ વાલેકુમ, નમસ્કાર’થી કરી. આ પછી તેને બંગાળીમાં શપથ લીધી અને શપથના અંતમાં જય હિન્દ, વંદે માતરમ અને જય બાંગ્લા બોલી. જયારે મિમી ચક્રવર્તીએ પણ બંગાળીમાં શપથ લીધી.
#WATCH: TMC’s winning candidate from Jadavpur (West Bengal), Mimi Chakraborty takes oath as a member of Lok Sabha. pic.twitter.com/NWD8OCCIio
— ANI (@ANI) June 25, 2019
જણાવી દઈએ કે ચૂંટાઈ આવ્યા બાદ બંને અભિનેત્રીઓ જયારે પહેલીવાર સંસદ પહોંચી ત્યારે પાર્લામેન્ટની બહાર ફોટોઝ ક્લિક કરાવવાના કારણે ખૂબ જ ટ્રોલ થઇ હતી. નોંધનીય છે કે નુસરત પશ્ચિમ બંગાળની બસિરહાટ અને મિમી જાધવપુર લોકસભા સીટથી ચૂંટાઈ આવી છે.
લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બનેલી અભિનેત્રી નુસરત જહાંએ કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે ટર્કીના બોડરમમાં 19-20 જૂનના રોજ હિન્દૂ અને ક્રિશ્ચિન રીત-રિવાજ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી હવે નુસરત જહાં અને નિખિલ 5 જુલાઈના રોજ રિસેપશન આપવાના છે, જેમાં ટોલિવૂડની મોટી-મોટી હસ્તીઓના પહોંચવાની આશા છે.
તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં નિખિલ અને નુસરત બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ દેખાઈ રહયા છે. નુસરતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નુસરતની મિત્ર અને અભિનેત્રી મિમી ચક્રવર્તી પણ લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે, તે પણ નુસરતના લગ્નમાં હાજર રહી હતી. તેને પણ પોતાની મીતના લગ્નની સુંદર તસવીરો શેર કરી હતી, જેમાં આ બંને મિત્રો વચ્ચેનું સુંદર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks