અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાંનો આ ફોટોશૂટ વીડિયો જોઇ તેની પરથી નજર નહિ હટાવી શકો, જુઓ

નુસરત જહાંએ શેર કર્યો ખુબ જ બોલ્ડ વીડિયો, કહ્યું કે -હું ઈચ્છું કે લોકો મારા કપડાં જુએ….

બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની ખૂબસુરત તસવીરો તેમજ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

હાલમાં જ નુસરતે તેના નવા ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. તેના આ વીડિયોને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે. નુસરતે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ઓફ શોલ્ડર ડ્રેસમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે.

નુસરતે આ વીડિયો શેર કરવા સાથે એક કેપ્શન પણ લખ્યુ છે, તેણે લખ્યુ- હું ઇચ્છુ છુ કે લોકો ડ્રેસ પએ પરંતુ ધ્યાન મહિલા પર રહે. નુસરતના આ વીડિયો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, નુસરત મુસ્લિમ છે અને તેણે હિંદુ સાથે લગ્ન કર્યા છે. આ વાતને લઇને તે ઘણીવાર ટ્રોલ થઇ છે. તેણે નિખિલ જૈન સાથે વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. નુસરત અને બિઝનેસમેન નિખિલ વર્ષ 2018થી એકબીજાને ડેટ કરતા હતા.

નુસરત ઘણીવાર ધાર્મિક આસ્થાઓને કારણે ટ્રોલ થતી રહે છે. તે દુર્ગા પૂજા સમયે સિંદૂર ખેલાને લઇને વિવાદોમાં રહી હતી. તેણે દેવી દુર્ગાને સિંદુર ચઢાયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

Shah Jina