ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં છેલ્લા કેટલાય દિવસોથી ઘણા બધા કારણોને લઈને ચર્ચામાં ચાલી રહી છે. પહેલા તેના પતિ નિખિલ જૈન સાથે લગ્ન તૂટવાને લઈને ખબર પર ચર્ચાએ માહોલ ગરમાવ્યો,
તો બીજી ચર્ચા તેની પ્રેગ્નેન્સીને લઈને ચાલી હતી આ ઉપરાંત ત્રીજી ચર્ચા યશ દાસ ગુપ્તા સાથે અફેરને લઈને પણ ચાલી હતી. નુસરત એક અભિનેત્રી હોવાની સાથે સાથે એક રાજનેતા હોવાના કારણે પણ ચર્ચાઓનું બજાર ગરમ હતું.
નુસરતના લગ્ન જયારે નિખિલ જૈન સાથે થયા હતા ત્યારે પણ ખુબ જ મોટો હોબાળો થયો હતો. તેના સિંદૂર લગાવવા ઉપર મુસ્લિમ ધર્મગુરુઓએ આપત્તિ પણ વ્યક્તિ કરી હતી. પરંતુ ત્યારે પણ નુસરતે પોતાના બિન્દાસ અંદાજથી તેને જે ગમ્યું તે જ કર્યું હતું.
હવે લગ્ન તૂટવા અને પ્રેગ્નેન્સીની વાત સામે આવ્યા બાદ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. જેના ઉપર નુસરત જહાંએ ધારદાર જવાબ આપ્યો છે.
નુસરત જહાંએ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીની અંદર તેના વિરુદ્ધ બોલતા લોકોને જવાબ આપતા પહેલી સ્ટોરીમાં લખ્યું છે, “આપણે બધાને એક એવા વ્યક્તિની જરૂર હોય છે જે જજ કર્યા વગર ધૈર્ય સાથે તમારી વાત સાંભળે.” જેના બાદ પોતાની બીજી પોસ્ટની અંદર તેને લખ્યું છે
“બધાને સ્ટ્રોંગ મહિલા પસંદ છે. પરંતુ તે જયારે સ્ટ્રોંગ છે ત્યારે તેને કઈ બીજું કહેવા લાગે છે. પરંતુ એક સ્ટ્રોંગ મહિલાની એજ ખાસિયત હોય છે કે ના પહેલા તમારી વાત સાંભળતી હતી, ના હવે તમારી વાત સાંભળી રહી છે.”
નુસરત જહાંને લગ્ન બાદ દુર્ગા પૂજા કરવા ઉપર અને દુર્ગા માતાના રૂપમાં તસ્વીર ખેંચાવવા ઉપર પણ ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લવ જેહાદ ઉપર પણ ખુલીને વાત રાખવા ઉપર પણ તે ચર્ચામાં આવી હતી. નુસરતે તે સમયે પણ કોઇની ચિંતા કરી નહોતી.
આ ઉપરાંત લગભગ એક અઠવાડિયા પહેલા કરવામાં આવેલી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ દેખાય છે કે તેને કોઈની ચિતના નથી. જુના દિવસોની થ્રોબેક તસવીરો શેર કરતા નુસરતે લખ્યું હતું કે “હું એક એવી મહિલાના રૂપમાં યાદ આવવા નથી માંગતી જે પોતાનું મોઢું બંધ કરીને રાખે અને હું આવી જ યોગ્ય છું..”