બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ તેના લગ્ન પછી લગાતાર ચર્ચામાં રહે છે. હાલમાં જ નુસરત જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે હરિયાળી ત્રીજની ઉજવણી કરી રહી છે, આ મૌકા પર નુસરતે લાલ કલરની ચંદેરી સિલ્કની સાડી પહેરી છે. નુસરત આ લુકમાં બેહદ ખુબસુરત લાગી રહી છે.
નુસરત જહાંએ 19 જૂનના રોજ બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં સાત ફેરા ફર્યા હતા. નુસરત અને નિખિલે પહેલા હિન્દૂ રીત રિવાજ અને બાદમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કારણે ઘણો વિવાદ પણ થયો હતો ત્યારે થોડા દિવસ પહેલા નુસરત અને નિખિલ હનીમૂન મનાવવા ગયા હતા.
નુસરતેતેના હનીમૂનની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તે બ્લેક અને વ્હાઇટ કલરનું સ્ટ્રીપ ક્રોપ ટોપ પહેર્યું હતું. માંગમાં સિંદૂર અને હાથમાં ચૂડલો તેને દેશી લુક આપી રહ્યો હતો. આ ફોટોમાં બેકગ્રાઉન્ડમાં સમુદ્ર નજરે આવતો હતો. આ ફોટોમાં નુસરત બહુજ સુંદર લાગતી હતી.
View this post on Instagram
That feel good vibe… @nikhiljain09 #togetherness #thenjaffair #goodtimes
નુસરત અને મિમિ સારા દોસ્ત છે. આ વાત તો બધા લોકો જાણે છે. એક્ટર્સના લગ્નમાં મિમિ તેની સાથે જ નજરે આવી હતી. તે સિવાય સંસદમાં પણ બન્ને સાથે નજરે આવી હતી. આ ફોટો પર મિમિએ કમેન્ટ કરની પૂછ્યું હતું કે , હની, મુન કેવો છે. તો નુસરત જહાંએ કમેન્ટ કરતા કહ્યું હતું કે, હની અને મુન બને શાનદાર છે. પરંતુ સૂર્ય કંઈક વધારે ચમકી રહ્યો છે. જે મને નવો રંગ આપીને જશે, બોનુંઆ.
તો નુસરતની સૌથી નજીકની દોસ્ત મિમિ પર ઇન્સ્ટગ્રામમાં ઘણી એક્ટિવ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks