મનોરંજન

BREAKING: નુસરત જહાંએ ઉઠાવ્યું મોટું પગલું, જાણીને ચાહકોને લાગ્યો ધ્રાસ્કો- જાણો

ન કરવાનું કરી બેઠી બોલ્ડ સંસદ અને હિરોઈન નુસરત જહાં, જાણો શું પગલું ભર્યું કે ફેન્સ થયા નારાઝ

તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં તેના પતિ નિખિલ જૈનથી અલગ થવાની ખબરોને લઇને ચર્ચામાં છે.

નુસરતે એક નિવેદન જારી કરી નિખિલથી અલગ રહેવાની વાતનો ખુલાસો કરી દીધો છે અને આ સાથે જ તેના પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. હવે તેણે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પરથી લગ્નની બધી તસવીરો ડિલીટ કરી દીધી છે.

અભિનેત્રી નુસરત જહાં અને બિઝનેસમેન નિખિલ જૈને વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. અને આ લગ્ન ચર્ચિત લગ્નોમાંના એક હતા. તે આ લગ્નને લઇને સતત ચર્ચામાં પણ રહી હતી અને તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ હતી.

તેનું કહેવુ હતુ કે, તે જે ઇચ્છે તે કરી શકે છે અને ભારતીય કાનૂન તેને આ વાતની ઇઝાઝત આપે છે. જો કે, હવે બંનેના લગ્નનુ શુ થશે તે તો આવનારો સમય જ બતાવશે.

નુસરતે બુધવારે એક નિવેદન જારી કરી તેના લગ્નને અવૈદ્ય કરાર આપી દીધો છે. બંને લગભગ 6 મહિનાથી એકબીજાથી અલગ રહી રહ્યા છે. નુસરતે હાલમાં જ ેક તસવીર શેર કરી છે અને કેપ્શન પણ લખ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

નુસરતે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ કે, હું એ મહિલાને યાદ કરવા નથી માંગતી જે તેમનું મોં બંધ રાખે છે. હું આમ જ ખુશ છું. હાલમાં જ નુસરત જહાંની પ્રેગ્નેંસીની ખબરો સામે આવી હતી. જેના પર નિખિલે કહ્યુ હતુ કે, તેને નુસરત ગર્ભવતી છે તેની જાણકારી નથી. જો આવુ થાય છે તો આ બાળક તેનું નથી. તેવામાં જ નુસરતે કહ્યુ કે, નિખિલ જૈન સાથે તેના લગ્ન માન્ય નથી. આ માટે તલાક લેવાનો તો કોઇ સવાલ જ નથી.

નુસરતે તેના પતિ પર કેટલાક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યુ કે, તેના બેંક એકાઉન્ટ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે. નુરતે કહ્યુ કે, નિખિલે તેની જાણકારી વગર જ તેના બેંક એકાઉન્ટથી પૈસા નીકાળ્યા છે.

નુસરતે નિવેદનમાં લખ્યુ છે કે,  જે વ્યક્તિ પોતાને પૈસાદાર બતાવી કહી રહ્યો છે તે મેં તેનો ઉપયોગ કર્યો, તે રાત્રે કોઇ પણ સમયે ગેર કાનૂની રીતે મારા બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા લેતો હતો.

અલગ થયા બાદ પણ એ જારી હતુ. મેં ઉચિત બેંક ઓથોરિટીને આ સંદર્ભે પહેલા જ જણાવી દીધુ છે અને જલ્દી જ એ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવાની છુ.

રીપોર્ટ અનુસાર,નુસરત જહાંની બંગાળ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથે રિલેશનની ખબરો છે. તે બંને એક ફિલ્મના શુટિંગ દરમિયાન મળ્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા પણ મળ્યા છે.

બંને કેટલાક સમય પહેલા સાથે જયપુર અને અજમેર શરીફ ગયા હતા. બંનેની એકબીજાના ઘરે ઘણી અવર-જવર પણ છે. નુસરતના માતા-પિતા સાથે પણ યશના સારા સંબંધ છે.