આમને તો હિજાબ પહેરવાથી પણ તકલીફ અને બિકિનીથી પણ…ખુલ્લેઆમ પઠાણના સપોર્ટમાં ઉતરી નુસરત જહાં, અરરર આ શું બોલી ગઈ

ભાગવા રંગની બિકીની પહેરનાર દીપિકાના ખુલ્લા સપોર્ટમાં ઉતરી MP નુસરત જહાં, એવું બોલી ગઈ કે કે સાંભળીને લોહી ઉકળી ઉઠશે

‘હે જો સહી, વો કરતા નહિ…ગલત હોને કી યહી તો શુરૂઆત હે’ આ લાઇન ગાઇને વાંચજો, જે ઘણુ કહી જાય છે. આ એ જ ગીતમાંથી ઉઠાવેલી છે, જેના પર લોકોએ બવાલ મચાવી રાખ્યો છે. નેતા હોય કે અભિનેતા, બધા આ ગીત પર પોતાની કમેન્ટ્સ કરી રહ્યા છે. ત્યારે હવે TMC સાંસદ નુસરત જહાંએ પણ આ પર રિએક્ટ કર્યુ છે. જણાવી દઇએ કે, હાલમાં શાહરૂખ-દીપિકા સ્ટારર ફિલ્મ પઠાણનુ ગીત બેશરમ રંગ ઘણુ વિવાદોમાં છે. કેટલાક આ ગીત અને ફિલ્મના સપોર્ટમાં છે,

તો કેટલાક વિરોધમાં. બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંએ આ પર રિએક્ટ કર્યુ છે અને વિરોધ કરનારને સારો જવાબ આપ્યો છે. નુસરતે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષ પાસે રંગો માટે કોઈ લાઇસન્સ નથી. NDTV સાથેની વાતચીતમાં નુસરત જહાંએ કહ્યું કે, ‘તે લોકોને દરેક બાબતમાં સમસ્યા હોય છે. તેમને હિજાબ પહેરતી મહિલાઓથી સમસ્યા છે. તેમને મહિલાઓની બિકી પહેરવા સામે પણ વાંધો છે.

આ લોકો એ જ છે જે ભારતની નવા યુગની મહિલાઓને શું પહેરવું તે કહી રહ્યા છે. નુસરતે કહ્યું કે શાસક પક્ષના નેતાઓ અમને શું પહેરવું, શું ખાવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે ચાલવું, શાળામાં શું શીખવું, ટીવી પર શું જોવું તે કહીને અમારા જીવનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે આ કહેવાતા નવા વિકસિત ભારતમાં સંપૂર્ણ રીતે નિર્દેશિત છીએ. આ વસ્તુઓ વિશે વિચારીને મને ડર લાગે છે, જો આ ચાલુ રહેશે તો આપણે ક્યાં જઈશું.

પઠાણ ફિલ્મનું ‘બેશરમ રંગ’ ગીત અનેક કારણોથી ટીકાનો સામનો કરી રહ્યુ છે. આ ગીત પર શરૂ થયેલા વિવાદે રાજકીય એન્ગલ લીધો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકી પહેરી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે આ રંગ હિંદુ ધર્મનું પ્રતિક છે અને દીપિકા આ ​​રંગમાં સજ્જ અશ્લીલ ડાન્સ કરી રહી છે. બોયકોટ કરનારાઓનું માનવું છે કે બિકી માટે કેસરી જેવા પવિત્ર રંગનો ઉપયોગ કરવો સ્વીકાર્ય નથી.

Shah Jina