નુસરત જહાએ નિખિલ સાથે સંબંધનો સૌથી મોટો ખુલાસો કર્યો ​: કહ્યુ- વિદેશી ધરતી પર થયેલા લગ્ન ભારતમાં…

હોટ સંસદનો સૌથી મોટો ખુલાસો, જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

બંગાળી અભિનેત્રી અને TMCની ચર્ચિત સાંસદ નુસરત જહાં ફરી એક વાર ચર્ચામાં આવી છે, હાલમાં જ તેની પ્રેગ્નેંસીને લઇને અને તેના અફેરને લઇને ખબરો સામે આવી હતી અને તેને કારણે તે ચર્ચામાં હતી, ત્યારે હવે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તે તેના લગ્નના ખુલાસાને લઇને ચર્ચામાં આવી છે.

નુસરત જહાંએ વર્ષ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. તેણે તેના લગ્નની તસવીરો શેર કરી હતી, તે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. પરંતુ હવે અભિનેત્રીનું કહેવુ છે કે, આ લગ્ન માન્ય નથી.

હાલમાં જ નુસરતની પ્રેગ્નેંસીની ખબર આવી હતી અને તેના પર તેના પતિ નિખિલ જૈને કહ્યુ હતુ કે, નુસરતના ગર્ભવતી હોવાની જાણકારી તેને નથી. જો આવું છે તો આ બાળક તેનું નથી.

તે બંને છેલ્લા થોડા સમયથી અલગ રહી રહ્યા છે તો આ બાળક કેવી રીતે તેનું હોઇ શકે ? હવે આ બધા વચ્ચે નુસરત જહાંએ કહ્યુ કે, તેના નિખિલ સાથેના લગ્ન માન્ય નથી. તે માટે તલાક લેવાનો કોઇ સવાલ જ નથી.

નુસરતે એક નિવેદનમાં કહ્યુ છે કે, એક વિદેશી ભૂમિ પર હોવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન અનુસાર અમારા લગ્ન માન્ય નથી. આ ઉપરાંત કારણ કે આ બે ધર્મોના લોકો વચ્ચે થયેલ લગ્ન હતા (Interfaith Marriage) અને

આ કારણે ભારતમાં વૈધાનિક માન્યતા આપવાની જરૂરત હતી પરંતુ આવુ થયુ નહિ. આ કારણે તલાક લેવાનો સવાલ જ નથી થતો. કાનૂની રીતે આ લગ્ન વેલિડ નથી પરંતુ એક લિવ-ઇન રિલેશનશિપ છે. નુસરતે કહ્યુ હતું કે,

જે વ્યક્તિ પોતાને પૈસાદાર ગણાવી રહી છે તે વ્યક્તિએ મારો ઉપયોગ કર્યો છે. તેણે નિખિલ પર આરોપ લગાવતા કહ્યુ કે, ઘણી વખત તેણે મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. અમે અલગ થયા પછી પણ તેણે મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે.

મેં બેન્ક ઓથોરિટીને આ વિશે જાણ કરી દીધી છે અને હવે નુસરત થોડા સમયમાં જ પોલીસ ફરિયાદ પણ કરવાની છે. નુસરતે કહ્યુ કે, અમે ઘણા સમય પહેલા જ અલગ થઇ ગયા હતા. પરંતુ મેં આ વિશે વાત ના કરી કારણ કે મારે મારી પ્રાઇવેટ લાઇફને મારા સુધી સીમિત રાખવી હતી. અમારા કથિત લગ્ન કાનૂની રૂપથી વૈધ અને માન્ય નથી. કાનૂનની નજરમાં આ લગ્ન તો બિલકુલ નથી.

Shah Jina