થોડા સમય પહેલા દુનિયાભરમાં ચર્ચામાં આવેલી બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમાંજ નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.

આ ફોટોમાં નુસરત અરીસામાં પોતાને જોઈ રહી છે. આ ફોટોમાં નુસરત બેહદ સુંદર લાગી રહી છે.

નુસરતે આ સાથે જ અલગ-અલગ ત્રણ ફોટો શેર કર્યા છે. ત્રણેય ફોટોમાં નુસરત અલગ-અલગ અંદાજમાં જોવા મળી છે. ફોટોમાં નુસરતે ગોલ્ડન અને ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે.

સાથે જ ગાળામાં ચોકર અને હાથમાં ચૂડો અને માંગમાં સિંદૂર અને વાળમાં ગજરો નાખ્યો છે. જેના કારણે નુસરતની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફેન્સને નુસરતનો આ લુક બહુજ પસંદ આવ્યો છે. ફોટોમાં નુસરત તેના પતિ નિખિલ જૈન સાથે નજરે આવી છે.

લગ્ન બાદ નુસરતે કોલકાતામાં ગ્રાન્ડ રિસેપ્સનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્સનમાં ફિલ્મ, રાજનીતિ સહીત બીજા ક્ષેત્રની હસ્તીઓ હાજર રહી હતી. રિસેપ્સનના પણ ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
જેમાં નુસરતે મરૂન કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જ હેવી જવેલરી પહેરી હતી. નુસરત ટ્રેડિશનલ લુકમાં બહુ જ સુંદર લાગી રહી હતી.નુસરત જહાંના પતિ નિખિલ જૈનની વાત કરવામાં આવે તો તેને બ્લેક કલરની શેરવાની પહેરી હતી. ફોટોમાં બન્નેએ એકદમ પરફેક્ટ કપલ લાગતું હતું.
નુસરત જહાંએ 19 જૂનના રોજ તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે હિન્દૂ રીત-રિવાજ સાથે ખ્રિસ્તી વેડિંગ પણ કર્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જયારે પહેલી વાર સિંદૂર લગાવીને સંસદ પહોંચી હતી. ત્યારે મુસ્લિમ ધર્મગુરુઓએ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ આ કોઈ વસ્તુથી નુસરતને કોઈ જ પ્રકારનો ફર્ક નથી પડતો. નુસરતે કહ્યું હતું કે,’ હું સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જે જાતિ, પંથ અને ધર્મની બાધાઓ થી અલગ છે.’ સાથે જ તેને એ પણ કહ્યું હતું કે, હું મુસલમાન છું અને બધા ધર્મનું સન્માન કરું છું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks