મનોરંજન

સાંસદ અને એક્ટ્રેસનો મેકઅપ વગરનો લુક થયો વાયરલ, બંગાળી બ્યુટીના આ લુકે જીતી લીધું દિલ

બંગાળી એક્ટ્રેસ અને સંસદ નુસરત જહાંએ લોકસભા ચૂંટણી જીત્યા બાદ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. નુસરત ઘણીવાર એના લુકને કારણે તો માથામાં સિંદૂર લઈને ચર્ચામાં છવાયેલી રહે છે.  નુસરત સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ નુસરત જહાં ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. પરંતુ હાલમાં નુસરતનો એક ફોટોને જોરદાર વાયરલ થયો છે.


નુસરતને ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો શેર કર્યા છે, જેમાં એક ફોટો મેકઅપ વગરનો છે. તેના નવા ફોટોમાં નુસરત જહાં મેકઅપ વગર જોવા મળે છે. આ ફોટો તેને રવિવારે શેર કર્યો હતો. નુસરત મેકઅપ વગર પણ ખુબસુરત નજરે આવે છે. તે સિવાય નુસરત જહાંએ ઘણા ફોટો શેર કર્યા છે. જેમાં તે સિંદૂર અને હાથમાં ચુડા સાથે નજરે આવે છે.  નુસરતે નિખિલ જૈન સાથે એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ શેર કર્યો છે. જેમાં બન્ને ખુબ જ ખુશ નજરે આવે છે.

 

View this post on Instagram

 

No make up.. no filter sunday..!! Hv a great day guys..!!

A post shared by Nusrat (@nusratchirps) on


જણાવી દઈએ કે, નુસરતે જ્યારથી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદથી  તે એક ચીજ માટે થઈને વારંવાર ટ્રોલ થાય છે. તેનું કારણ  છે તેના માથાની સિંદૂર. તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જયારે પહેલી વાર સિંદૂર લગાવીને સંસદ પહોંચી હતી. ત્યારે મુસ્લિમ ધર્મગુરુઓએ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ આ કોઈ વસ્તુથી નુસરતને કોઈ જ પ્રકારનો ફર્ક નથી પડતો.

 

View this post on Instagram

 

There is no charm equal to tenderness of heart 💓 Be kind..be calm.. be loving.. re awakening the feminine, the essence of womanhood..!!

A post shared by Nusrat (@nusratchirps) on


નુસરતનું કહેવું છે કે, તે મુસલમાન છે અને તે હંમેશા ઇસ્લામને માનશે.  સાથે જ નિખિલના ઘરના રીત-રિવાજને પણ ફોલો કરશે. આ કારણથી જ  તે આજે પણ સિંદૂર લગાવે છે. કોલકતામાં જગન્નાથ યાત્રામાં પણ નુસરત જહાં જોવા મળી હતી. જેની એક ઝલક જોવા માટે પણ લોકો હંમેશા બેતાબ રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks