નુસરત જહાંના દીકરાનું નામ સાંભળી રહી જશો હેરાન, ટ્રોલર્સે પૂછ્યુ- બાપ કોણ છે?

ભારતની સૌથી બોલ્ડ સાંસદના દીકરાનું નામ જાણીને અક્કલ કામ નહિ કરે, પતિથી નહિ પણ બીજા મર્દથી ગર્ભવતી થઇ હતી- જુઓ

બાંગ્લા ફિલ્મની ખૂબસુરત અને સુપરહિટ અભિનેત્રી તેમજ તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંએ 26 ઓગસ્ટ ગુરુવારના રોજ દીકરાને જન્મ આપ્યો છે. નુસરત જહાં અને તેમનો દીકરો બંને સ્વસ્થ છે. તેમના માતા બન્યા બાદ લોકો તેમને શુભકામના આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક લોકો તેના પિતા વિશે સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે. આ વચ્ચે નુસરતે તેના દીકરાના નામનો પણ ખુલાસો કરી દીધો છે.

નુસરત જહાંને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળી ગયુ છે. નુસરત જહાંએ તેના દીકરાનું નામ ઇશાન રાખ્યુ છે જેને અંગ્રેજીમાં Yishaan લખવામાં આવશે. નુસરતને બુધવારના રોજ કોલકાતાના પાર્ક સ્ટ્રીટના એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. ગુરુવારે અભિનેત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી સાથે તેમના મિત્ર અને અભિનેતા યશ દાસગુપ્તા પણ હાજર હતા.

નુસરત જહાં તેના પતિ નિખિલ જૈનથી અલગ થઇ ચૂકી છે. આ વચ્ચે નિખિલ જૈને નુસરત અને નવજાત બાળકને શુભકામના આપી હતી. નિખિલે કહ્યુ, અમારા મતભેદ હોઇ શકે છે પરંતુ તો પણ હું નવજાત બાળકને અને તેની માતાને શુભકામના આપુ છુ. હું બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરુ છુ.

નુસરત જહાંના દીકરાનું નામ યશ સાથે મળી રહ્યુ છે અને તે જ કારણે સોશિયલ મીડિયા યુઝર્સ હવે યશનું નામ લઇને તેને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર સવાલ પૂછી રહ્યા છે કે, શુ યશ દાસગુપ્તા આ બાળકના પિતા છે ?  એકબાજુ નુસરતના ઘરે ખુશીઓએ દસ્તક દીધી છે, ત્યાં નુસરતને એ સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે કે આખરે આ બાળકના પિતા કોણ છે. જો કે, નુસરતે બાળકના પિતાનું નામ જણાવવાની ના કહી દીધી છે અને કહ્યુ થે કે તે સિંગલ મધર બની રહેશે.

નુસરત જહાંની પ્રેગ્નેંસીની ખબરો જૂન મહિનામાં સામે આવી હતી. જારે તેમનો બેબીબંપ લોકો સામે આવ્યો. તે બાદ સતત નુસરત જહાં અને નિખિલ જૈનના સંબંધને લઇને સવાલ ઉઠવા લાગ્યા હતા. આ પર નિખિલે પ્રેગ્નેંસીની વાત વિશે કંઇ જ ના ખબર હોવાની વાત કહી હતી. સાથે જ એ પણ કહ્યુ કે, તે બંને અલગ અલગ ઘરોમાં રહે છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, આ તેમનું બાળક નથી. આ બાદ જ નુસરતના અભિનેતા યશ ગુપ્તા સાથેના સંબંધની વાત સામે આવી હતી.

નુસરત અને યશને લઇને એવી અફવાઓ ઘણી ફેલાઇ હતી. નુસરત એસઓએસ કોલકાતાના પોતાના કો-એક્ટર યશ દાસ ગુપ્તા સાે નજીકતા વધવાની પણ ખબરો આવી હતી. તે સમયે બંને સાથે રાજસ્થાનમાં ટ્રિપ પર પણ ગયા હતા. યશ દાસ ગુપ્તાનું નામ બંગાળી સિનેમાનું ચર્ચિત નામ છે. યશ અત્યાર સુધી હિંદી શો બસેરા, બંદિની, ના આના ઇસ દેશ મેરી લાડો, અદાલત અને મહિમા શનિદેવમાં અભિનય કરી ચૂક્યો છે.

તમને જણાવી દઇએ કે, નુસરત તરફથી તેના અને યશ દાસ ગુપ્તાના સંબંધને લઇને કોઇ નિવેદન સામે આવ્યુ નથી. આ પૂરો મામલો સામે આવ્યા બાદ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથેના બગડેલા સંબંધો પર નિવેદન આપ્યુ હતુ. તેમની વાતોએ લોકોને હેરાન કરી દીધા હતા. નુસરતે તેના લગ્નને પૂરી રીતે ગેરકાનૂની અને અવૈદ્ય ગણાવ્યા હતા. નુસરતે એક નિવેદન જારી કર્યુ હતુ, જેમાં પતિ નિખિલ જૈનથી અલગ હોવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ 19 જૂન 2019ના રોજ નિખિલ જૈન સાથે તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કોલકાતાના આઇટીસી રોયલ હોટલમાં કર્યુ હતુ. જયાં રાજનીતિ અને ફિલ્મ જગતની કેટલીક મોટી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

Shah Jina