મનોરંજન

ગર્ભવતી અને અફેરને લઇને ચર્ચામાં છે સૌથી સુંદર સાંસદ, જુઓ ખુલ્લેઆમ બેબી બમ્પ દેખાડ્યો

પત્ની નહિ પણ અન્ય મર્દથી ગર્ભવતી છે હોટ સંસદ નુસરત, જગજાહેર બેબી બંપ દેખાડ્યું- જુઓ PHOTOS

બંગાળી અભિનેત્રી અને ટીએમસીની સૌથી ચર્ચિત સાંસદ નુસરત જહાં તેની પર્સનલ લાઇફને લઇને આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પહેલા નુસરત તેના પતિ નિખિલ જૈન સાથેના સંબંધોમાં તણાવને લઇને ચર્ચામાં હતી તો હવે તે તેની પ્રેગ્નેંસીને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

આ બધા વચ્ચે નુસરતે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બેબી બંપને સાલથી છૂપાવતી જોવા મળી રહી છે. ખબર છે કે, નુસરત 8 મહિનાની પ્રેગ્નેટ છે. નુસરતે હજી સુધી તેની પ્રેગ્નેટ ખબરો બાબતે કંઇ પણ કહ્યુ નથી. જો કે, પ્રેગ્નેટ હોવાની ખબર પર હવે પાક્કી મોહર લાગી જયારે નુસરતની બેબી બંપ વાળી તસવીર વાયરલ થઇ.

અભિનેત્રીથી તૃણમુલ સાંસદ બનેલી નુસરત જહાં તેની પ્રેગ્નેંસીને લઇને ખૂબ જ ચર્ચામાં છે અને છેલ્લા દિવસોમાં તેની પહેલી બેબી બંપ વાળી તસવીર સામે આવી હતી. જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ પણે જોવાઇ રહ્યો હતો. હાલમાં નુસરતે જે તસવીરો શેર કરી છે, તેમાં તે ખૂબ જ હેપ્પી મુડમાં જોવા મળી રહી છે.

તેની લેટેસ્ટ તસવીરોમાં તેના ચહેરા પરનો ગ્લો ઘણો જ સ્પષ્ટ દેખા રહ્યો છે. નુસરત ઓફ વ્હાઇટ સ્વેટ શર્ટ, જીન્સ અને પિંક કલરની સાલ ઓઢેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, દયાભાવ બધુ બદલી દે છે.

છેલ્લા દિવસોમાં નુસરતની પ્રેગ્નેંસીની ખબરો સામે આવી ત્યારે તેના પતિ નિખિલ જૈને નુસરત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમણે કહ્યુ કે, તેઓ છેલ્લા ઘણા મહિનાથી સાથે રહી રહ્યા નથી તો આ બાળક તેમનું કઇ રીતે હોઇ શકે.

તે બાદ નુસરતે કહ્યુ હતુ કે, એક વિદેશી ભૂમિ પર લગ્ન થવાને કારણે તુુર્કી રેગ્યુલેશન અનુસાર, આ લગ્ન અમાન્ય છે. આ ઉપરાંત કારણ કે બે અલગ અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન એટલે કે Interfaith Marriage થયા છે, તે માટે ભારતમાં તેને વૈધાનિક માન્યતા આપવાની જરૂરત હતી પરંતુ આવુ થયુ નહિ.

કાનૂની રીતે આ લગ્ન માન્ય નથી. પરંતુ આ એક લિવ ઇન રિલેશનશિપ છે. એટલે તલાક લેવાનો તો કોઇ સવાલ જ નથી. નુસરતે નિખિલ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, નિખિલે લગ્ન બાદ તેના બેેંક એકાઉન્ટમાંથી પૈસા નીકાળ્યા હતા અને આ તેની જાણકારી વગર થયુ હતુ.

કોમેન્ટ સેક્શનમાં તમામ યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, આખરે નુસરત જહાંનું બાળક છે કોનું ? જો કે, અભિનેત્રીએ કોઇ પણ કોમેન્ટનો જવાબ આપ્યો નથી. પરંતુ ચાહકો અભિનેત્રીના જવાબની રાહ જોઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, નુસરત અને નિખિલે 19 જૂન 2019ના રોજ તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી થયા હતા. આ સાથે લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.