મોટો ધડાકો: આખરે નુસરતના બેબી બમ્પની તસવીરો આવી ગઈ સામે, ફેન્સમાં મચી ગયો ખળભળાટ

બંગાળી અભિનેત્રી અને TMCની ચર્ચિત સાંસદ નુસરત જહાં આ દિવસોમાં તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં છે.

છેલ્લા દિવસોમાં નુસરતે તેના લગ્નને અમાન્ય ગણાવ્યા છે. ત્યાં નિખિલે પણ નુસરત વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ વચ્ચે એક ખબર સૌનું ધ્યાન ખેંચી રહી છે કે, નુસરત પ્રેગ્નેટ છે. પરંતુ નિખિલનું કહેવુ છે કે, આ બાળક તેનું નથી.

નુસરતની હાલ બેબીબંપ સાથેની તસવીર સામે આવી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. જે બાદ હવે અભિનેત્રીની પ્રેગ્નેંસી પર મોહર લાગી ગઇ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નુસરત છ મહિનાની પ્રેગ્નેટ છે.

નુસરતની બેબીબંપ વાળી તસવીર ઘણી જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરમાં નુસરત જહાંની સાથે બંગાળી અભિનેત્રી શ્રાબંતી ચેટર્જી પણ જોવા મળી રહી છે. નુસરતની બેબી બંપ ફ્લોન્ટની તસવીરથી હવે તેની પ્રેગ્નેંસીની પણ પુષ્ટિ થાય છે. જો કે, હાલ તો આ મામલે હજી નુસરતે કંઇ પણ કહ્યુ નથી.

 

View this post on Instagram

 

A post shared by ABP Ananda (@abpanandatv)

નુસરતે વર્ષ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે બંને અલગ રહી રહ્યા છે. તેમના સંબંધોમાં ઘણી અનબન થઇ ગઇ છે,

હવે તો નુસરતે આ લગ્નને અમાન્ય ગણાવ્યા છે અને સાથે નિખિલ પર કેટલાક આરોપો પણ લગાવ્યા છે. જો કે, નિખિલે પણ નુસરત વિશેના કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ABP Ananda (@abpanandatv)

Shah Jina