તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને જાણીતી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંની તબિયત લથડતા તેને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નુસરત જહાંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેના ફેન્સમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
View this post on Instagram
Donot pray for an easy life…. You r stronger than ur challenges… @poojaprassad to strong women 🙌🏻
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રવિવારે નુસરત જહાંને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને ઇમરજન્સીમાં કોલકાતાની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સાંસદના પ્રવક્તા અભિષેક મજમુદારે કહ્યું હતું કે, શ્વાસની બીમારીને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સોમવારે બપોરે ડોક્ટરોએ તેને ઘરે જવાની અનુમતિ પણ આપી દીધી હતી.
નુસરતને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અફવાહ આવી હતી કે, તેને ડ્રગ્સનું વધારે ઊંઘની વધારે પડતી દવા ખાઈ લીધી હતી. પરંતુ પરિવારજનોએ અને તેના પતિ નિખિલ જૈને આ બધી બાબતોને ખંડન કર્યું હતું.
આ વચ્ચે નુસરતના પરિવારજનોએ કહ્યું હતું કે, નુસરત જહાંએ દવાનું વધારે પડતું સેવન કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. શનિવારે નુસરતે તેના પતિ નિખિલ જૈનની બર્થડે પાર્ટીમાં હિસ્સો લીધો હતો. પરંતુ પરિવારે દાવો કર્યો છે કે, નુસરતને અસ્થમાની સમસ્યા છે. આ પહેલા પણ તેના કારણે તેની તબિયત બગડી હતી.
હોસ્પિટલના એક વશિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નુસરતના સ્વાસ્થ્યમાં સુધારો થતા તેને ઘરે જવાની અનુમતિ આપવામાં આવી હતી. પરંતુ હાલમાં તો તેને દવા ચાલુ રાખી આરામ કરવો પડશે.
જણાવી દઈએ કે, નુસરતે બસીરહાટમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી, નુસરતે બીજેપીના સાયંતન બસુને સાડા ત્રણ લાખ વોટથી હરાવ્યા હતા.
નુસરત જહાંએ 19 જૂનના રોજ તુર્કીના ઈસ્તાનબુલમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.
જણાવી દઈએ કે, આજથી જ સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઇ હતી. ન્યુઝ એજન્સી એએનઆઈની ખબર મુજબ સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તે સંસદ સત્રમાં ભાગ નહિ લઇ શકે.
Actor and TMC MP Nusrat Jahan is not attending the Parliament session today. She was admitted to Apollo Hospital in West Bengal’s Kolkata yesterday due to some respiratory issue. (file pic) pic.twitter.com/zqKlsGypeQ
— ANI (@ANI) November 18, 2019
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.