નુસરતના બાળકના પપ્પા કોણ છે એ કોઈને ખબર નથી…પણ એક વ્યક્તિના ખોળામાં જોવા મળ્યુ બાળક- જુઓ

બોલ્ડ સાંસદ નુસરતને હોસ્પિટલમાંથી મળી રજા, આ કોણ વ્યક્તિ ખોળામાં બાળકને ઉચકેલો આવ્યો નજર? જુઓ

બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંએ 26 ઓગસ્ટ ગુરુવારના રોજ દીકરાને જન્મ આપ્યો છે. નુસરત જહાં અને તેમનો દીકરો બંને સ્વસ્થ છે. તેમના માતા બન્યા બાદ લોકો તેમને શુભકામના આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક લોકો તેના પિતા વિશે સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે. નુસરત જહાંને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળી ગયુ છે. તેને સોમવારે હોસ્પિટલમાં છુટ્ટી મળી હતી.

હોસ્પિટલથી બહાર આવતા સમયનો નુસરતનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં નુસરતનો દીકરો તેના ખોળામાં નહિ પરંતુ કથિત બોયફ્રેન્ડ યશ દાસગુપ્તાના ખોળામાં જોવા મળી રહ્યો છે. યશના ખોળામાં દીકરાને જોઇને યુઝર્સ દીકરાના પિતાના નામ વિશે પણ પૂછી રહ્યા છે. યશના ખોળામાં દીકરાને જોઇ લોકો પૂછી રહ્યા છે કે, શુ યશ જ ઇશાનના પિતા છે ? મીડિયા રીપોર્ટ્સની માનીએ તો, નુસરતે નિર્ણય કર્યો છે કે તે તેના દીકરાના પિતાના નામનો ખુલાસો કયારેય પણ નહિ કરે.

નુસરત જહાંએ તેના દીકરાનું નામ ઇશાન રાખ્યુ છે જેને અંગ્રેજીમાં Yishaan લખવામાં આવશે. નુસરતને બુધવારના રોજ કોલકાતાના પાર્ક સ્ટ્રીટના એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. ગુરુવારે અભિનેત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી સાથે તેમના મિત્ર અને અભિનેતા યશ દાસગુપ્તા પણ હાજર હતા.

નુસરત જહાંની પ્રેગ્નેંસીની ખબરો જૂન મહિનામાં સામે આવી હતી. જયારે તેમનો બેબીબંપ લોકો સામે આવ્યો. તે બાદ સતત નુસરત જહાં અને નિખિલ જૈનના સંબંધને લઇને સવાલ ઉઠવા લાગ્યા હતા. આ પર નિખિલે પ્રેગ્નેંસીની વાત વિશે કંઇ જ ના ખબર હોવાની વાત કહી હતી. સાથે જ એ પણ કહ્યુ કે, તે બંને અલગ અલગ ઘરોમાં રહે છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, આ તેમનું બાળક નથી. આ બાદ જ નુસરતના અભિનેતા યશ ગુપ્તા સાથેના સંબંધની વાત સામે આવી હતી.

નુસરત અને યશને લઇને એવી અફવાઓ ઘણી ફેલાઇ હતી. નુસરત એસઓએસ કોલકાતાના પોતાના કો-એક્ટર યશ દાસ ગુપ્તા સાથે નજીકતા વધવાની પણ ખબરો આવી હતી. તે સમયે બંને સાથે રાજસ્થાનમાં ટ્રિપ પર પણ ગયા હતા. યશ દાસ ગુપ્તાનું નામ બંગાળી સિનેમાનું ચર્ચિત નામ છે. યશ અત્યાર સુધી હિંદી શો બસેરા, બંદિની, ના આના ઇસ દેશ મેરી લાડો, અદાલત અને મહિમા શનિદેવમાં અભિનય કરી ચૂક્યો છે.

તમને જણાવી દઇએ કે, નુસરત તરફથી તેના અને યશ દાસ ગુપ્તાના સંબંધને લઇને કોઇ નિવેદન સામે આવ્યુ નથી. આ પૂરો મામલો સામે આવ્યા બાદ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથેના બગડેલા સંબંધો પર નિવેદન આપ્યુ હતુ. તેમની વાતોએ લોકોને હેરાન કરી દીધા હતા. નુસરતે તેના લગ્નને પૂરી રીતે ગેરકાનૂની અને અવૈદ્ય ગણાવ્યા હતા. નુસરતે એક નિવેદન જારી કર્યુ હતુ, જેમાં પતિ નિખિલ જૈનથી અલગ હોવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ 19 જૂન 2019ના રોજ નિખિલ જૈન સાથે તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કોલકાતાના આઇટીસી રોયલ હોટલમાં કર્યુ હતુ. જયાં રાજનીતિ અને ફિલ્મ જગતની કેટલીક મોટી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Yishaan Jahan (@yishaan_fan_page)

Shah Jina