ખબર ફિલ્મી દુનિયા

ધર્મ અને સિંદૂરના વિવાદો વચ્ચે જગન્નાથ યાત્રામાં નુસરત જહાં અને નિખિલ જૈને કરી ભવ્ય આરતી, જુઓ વિડીયો

બંગાળી અભિનેત્રી નુસરત જહાં 2019ની લોકસભાની ચૂંટણી જીતીને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ બની ચુકી છે. ત્યારે લગ્ન બાદ સિંદૂર લગાવવા અને મંગળસૂત્ર પહેરવાના કારણે હવે તે ભારે વિવાદોમાં ઘેરાયેલી છે. પણ વિવાદોની ચિંતા કર્યા નુસરત પોતાના પતિ નિખિલ જૈન સાથે જગન્નાથ યાત્રામાં સામેલ થઇ અને આરતી પણ કરી. તેમની સાથે આ યાત્રામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા.

મુસ્લિમ હોવા છતાં હિન્દૂ રીતરિવાજો માનવા પર લોકો નુસરતનો વિરોધ કરી રહયા છે. ત્યારે આ વિવાદોની ચિંતા કર્યા વિના નુસરતે આ આરતી કરી છે. નુસરતે જવાબ આપતા એમ પણ કહ્યું હતું કે તે જામને મુસ્લિમ છે અને ઇસ્લામમાં વિશ્વાસ કરે છે. એ દરેક ધર્મનું સન્માન કરે છે.

નુસરત જ્યારથી સાંસદ બની છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. પહેલીવાર જયારે તે સંસદભવન પહોંચી હતી ત્યારે તે વેસ્ટર્ન કપડામા આવી હતી જેના કારણે તે ટ્રોલ થઇ હતી. આ પછી તે શપથ લેવા સંસદભવન પહોંચી ત્યારે તેને મંગળસૂત્ર પહેર્યું હતું અને સિંદૂર લગાવ્યું હતું, જેનો આજસુધી વિરોધ થઇ રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks