બોલીવુડમાંથી એક પછી એક ખુશ ખબરીઓ આવવાની શરૂ થવા લાગી છે, હવે આ લિસ્ટમાં બંગાળી અભિનેત્રી નુસરત જહાં પણ સામેલ થવા જઈ રહી છે. તે ગર્ભવતિ છે અને જલ્દી જ માં બનાવની છે. હાલમાં જ તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તે કદાચ 26 ઓગસ્ટ ગુરુવારના રોજ તેના પહેલા બાળકને જન્મ આપી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આજે 25 ઓગસ્ટના રોજ નુસરત જહાંને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. નુસરતની ડિલિવરી ડેટ ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના શરૂઆતમાં હતી. હવે આશા રાખવામાં આવી રહી છે કે તે આવતી કાલે જ બાળકને જન્મ આપી શકે છે. નુસરતના ચાહકો પણ હવે આ ખુશ ખબરી સાંભળવા માટે આતુર થઇ રહ્યા છે.
નુસરત અભિનેતા યશ દાસ ગુપ્તાને ડેટ કરવાની ખબરો છે. મંગળવારના રોજ બંનેએ એક જેવી જ ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી. જેના બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે બંને સાથે જ આઉટિંગ ઉપર ગયા હતા. નુસરત જહાંના ગર્ભવતી હોવાની ખબર સામે આવ્યા બાદ તેને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો પણ શેર કરી હતી. જેમાં નુસરતનો પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
વાત કરીએ નુસરતના અંગત જીવનની તો તેના જીવનમાં છેલ્લા થોડા સમયમાં ઘણી ઉથલ પાથલ મચી ગઈ છે. નુસરતે નિખિલ જૈન સાથે વર્ષ 2019માં ટર્કી બોડરમમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંનેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. 2021માં નુસરત અને નિખિલ અલગ થઇ ગયા. આ બંનેએ હજુ છૂટાછેડા તો નથી લીધા પરંતુ લગ્નથી અલગ થઇ ગયા છે.
આ બંનેના છુટા થવા ઉપર પણ ખુબ જ હોબાળો મચી ગયો હતો. નુસરત સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ નુસરતને ઘણીવાર ટ્રોલર્સનો સામનો કરવો પડે છે. પરંતુ તે મોટાભાગે તે ટ્રોલર્સને નજર અંદાજ જ કરે છે.