બોલીવુડની અભિનેત્રીએ સુખ માણવાની એવી વસ્તુ વેચવા લાગી કે જોઈને ફેન્સની હાલત ખરાબ થઇ ગઈ

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જનહિતમાં જારી’ને લઈને ચર્ચામાં બનેલી છે. તે આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. 10 જૂને રિલીઝ થવા વાળી આ ફિલ્મમાં તે એક કોન્ડોમ વેચવા વાળી મહિલાની ભૂમિકા નિભાવી છે જેના કારણે તેને ટ્રોલ થવું પડી રહ્યું છે.

ટ્રોલર્સથી હેરાન થઈને તેને જવાબ આપવા માટે નુસરતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા નુસરતે લખ્યું હતું કે જનહિતમાં જારી. નુસરતે કહ્યું કે કેટલાક દિવસો પહેલા મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મારા ફિલ્મના બે પોસ્ટર શેર કર્યા હતા.

નુસરત ભરૂચાએ કહ્યું કે આ ફિલ્મમાં હું કોન્ડોમનો પ્રચાર કરતી દેખાઈ રહી છું પરંતુ મારી તે વાતને લોકોએ બીજા સ્વરૂપે લીધી હતી. ખાસ કરીને લોકો તેમની પ્રોફાઈલથી સારી કૉમેન્ટ્સ શેર કરતા હોય છે પરંતુ કાલથી મને ખરાબ કૉમેન્ટ્સ મળી રહ્યા છે તો તેના વિશે મેં વિચાર્યું કે તે કોમેન્ટ્સને તમારી સાથે શેર કરું.

ત્યારબાદ તે સ્ક્રીન પર અભદ્ર કૉમેન્ટ્સને દેખાડવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે બસ આ જ વિચાર તો બદલવાના છે. કોઈ વાંધો નહિ તમે આગલી ઉઠાવો અને હું અવાજ ઉઠાવીશ. વીડિયોને શેર કર્યા બાદ ઘણા બધા યુઝર્સે નુસરતના પક્ષમાં કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું કે,’તમને અને દરેક મહિલાને હજી વધુ પાવરની જરૂર છે.

તેમજ બીજા એક યુઝરે કહ્યું કે,’આ લોકોના નામ છુપાવશો નહિ.. કેમકે આજકાલ અભણ પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ કોન્ડોમનો ઉપયોગ નહિ કરે… જેવું મગજ હશે તેવું જ કામ કરશે. નુસરત ભરૂચાની ફિલ્મ ‘જનહિત મેં જારી’ 10 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મમાં અભિનેત્રી સેલ્સગર્લની ભૂમિકા નિભાવતી નજર આવશે જે લોકોને કોન્ડોમ વેચીને જાગરૂકતા ફેલાવવાનું કામ કરે છે. જણાવી દઈએ કે આ પહેલા પણ નુસરતે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને લખ્યું હતું કે, શરમ તો બત્તમીઝીથી આવવી આવવી જોઈએ, સુરક્ષા રાખવાથી નહિ… આ સૂચના છે જનહિતમાં જારી.

Patel Meet