રેડ ડીપનેક ગાઉનમાં અપ્સરા લાગી રહી છે નુસરત ભરૂચા, ખૂબસુરતીના દીવાના થયા ચાહકો- જુઓ ગોર્જિયસ Photos

પહેલા તો બહુ જ સીધી સાદી હતી, હવે ખબર નહિ શું થઇ ગયું….બોલીવુડની હિરોઈન હવે દેખાડવા લાગી જોરદારનું ફિગર, જુઓ ફોટાઓ

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા માત્ર તેની ફિલ્મો માટે હેડલાઇન્સ નથી બનાવતી પણ તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. તેણે તેના કુદરતી ચાર્મ અને સ્ટાઇલથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. તે મોટા ડિઝાઈનર્સના અદભૂત આઉટફિટમાં તેની ફેશન સેન્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

હાલમાં જ તેનું એક ફોટોશૂટ સામે આવ્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરત ભરૂચાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે મરૂન ગાઉનમાં જોવા મળી રહી છે. તેણે આ ડ્રેસને ક્લોથિંગ બ્રાન્ડ Geisha Designs માંથી પસંદ કર્યો છે. નુસરતના આઉટફિટમાં ડીપને કલાઇન છે.

હસીનાનો આ ડ્રેસ કમર સુધી ફીટ પેટર્નમાં હતો અને તે કોર્સેટ પ્રેરિત ટોપ જેવો દેખાતો હતો. મેટાલિક સ્કર્ટના ભાગમાં લેયર્ડ પેટર્ન દેખાતી હતી. નુસરતનો ડ્રામેટિક સ્કર્ટ તેને મરમેઇડ જેવો લુક આપી રહ્યો હતો. ઘૂંટણની લંબાઈથી લઈને હેમલાઈન સુધીના સ્કર્ટના ભાગમાં રફલ્સ દેખાતી હતી, જે તેના દેખાવમાં સુંદરતા વધારી રહી હતી.

લુક કમ્પ્લીટ કરવા માટે નુસરતે બોલ્ડ આઈ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. પોતાના અભિનયથી બધાના દિલ જીતી લેનાર નુસરત સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરોથી બધાને પોતાના દિવાના બનાવી રહી છે. તસવીરોમાં અભિનેત્રી પોતાની સુંદરતાનો જલવો બતાવતી જોવા મળી રહી છે.

37 વર્ષની નુસરત ભરૂચાએ લગભગ 14 વર્ષ પહેલા ફિલ્મ ‘કલ કિસને દેખા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નુસરતની એક્ટિંગ અને સુંદરતા દર્શકોને પસંદ આવી હતી. આ ફિલ્મ પછી તેણે બોલિવૂડને ઘણી ફિલ્મો આપી. હવે તેની ફિલ્મ ‘છત્રપતિ’ રિલીઝ થઈ છે.

ફિલ્મ રિલીઝ થયા બાદ પણ તે જોરશોરથી પ્રચાર કરી રહી છે. અભિનેત્રીએ પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. નુસરત આયુષ્માનની ડ્રીમ ગર્લ ફિલ્મ કે જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી તેમાં પણ જોવા મળી હતી અને આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી.

Shah Jina