બોલિવૂડની તમામ એક્ટ્રેસ એવી છે કે તેની એક્ટિંગ સિવાય તેઓ લૂક વિશે પણ ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસોનો દેખાવ અને તેમની ફેશન સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ એક્ટ્રેસો નુસરત ભરૂચા અને ઉર્વશી રૌતેલાના લુક અને ડ્રેસને સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે.
View this post on Instagram
થોડા સમય પહેલા એક એવોર્ડ ફંક્શનમાં બોલીવુડના બધા સિતારાઓ પહોંચ્યા હતા. જેમાં બધાએ બહુ જ ખુબસુરત આઉટફિટ પહેર્યા હતા.જેમાં સૌથી વધુ ચર્ચા આ 2 એક્ટ્રેસની કરવામાં આવી હતી. આ બંને એક્ટ્રેસોની ચર્ચા એટલા માટે કરવામાં આવી હતી કે બંનેએ બોલ્ડ ડ્રેસ પહેર્યા હતા. ઉર્વશી રૌતેલા અને નુસરત ભરૂચાના આઉટફિટની ચર્ચા કરવામાં આવતી હતી.
View this post on Instagram
‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ની એક્ટ્રેસ નુસરત ભરૂચા ગ્રીન ગાઉનમાં આવી હતી. નુસરતનું આ ગાઉન ખૂબ જ બોલ્ડ હતું. નુસરતે જે ગાઉન પહેર્યું હતું તે વન શોલ્ડર ગાઉનમાં સાઇડ કટીંગ હતું જે બધી રીતે કમર સુધી જતું હતું. આ જોયા પછી યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. નુસરત ભરૂચા છેલ્લે આયુષ્માન ખુરનાની વિરુદ્ધ ડ્રીમ ગર્લ ફિલ્મમાં જોવા મળી હતી. આ સિવાય તે છલાંગમાં જોવા મળશે. મેકઅપની વાત કરવામાં આવે તો નુસરતે એકદમ શેડ મેકઅપ કર્યો હતો. જેમાં તેનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો. નુસરતે જણાવ્યું હતું કે, તૈયાર થવામાં અંદાજે ૩ કલાકનો સમય લાગ્યો હતો.
View this post on Instagram
માત્ર નુસરત ભરૂચા જ નહીં, બીજી એક એક્ટ્રેસ બોલ્ડ આઉટફિટ્સ પહેરવામાં સામેલ થઈ હતી. ઉર્વતી રૌતેલાએ નોમિનેશન નાઈટ માટે બ્લેક થાઈ હાઇ સ્લિટ ગાઉન પણ પહેર્યું હતું.
View this post on Instagram
હાઈ બનમાં અને ઓફ શોલ્ડર ડ્રેસમાં સજ્જ ઉર્વશીને જોઈને યુઝર્સે કમેન્ટ આપવાનું શરૂ કરી દે છે.
View this post on Instagram
જણાવી દઇએ કે ઉર્વશીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં લોકો તેમના લુક પર કમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરોમાં ઉર્વશીના વાળ વેરવિખેર છે, આંખોમાં કાજલ, માંગમાં સિંદૂર, કપાળ પર મોટો ચાંદલો અને તે ડાન્સરના ડ્રેસમાં જોવા મળી રહી છે. ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
ઉર્વશી ખૂબ જ જલ્દી ફિલ્મ “વર્જીન ભાનુપ્રિયા” માં નજર આવશે. આ ફિલ્મમાં ગૌતમ ગુલાટી તેમની ઓપોઝિટ નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર 16 જુલાઈના રોજ રીલિઝ થશે.