હું હવે જીવવા નથી માગતી, મિત્રની મોતથી આઘાતમાં છું…નર્સિંગની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

અકસ્માતમાં દોસ્ત મરી ગઈ, હવે 20 વર્ષની દીકરીએ બે પાનાની સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું… “પપ્પા મારા માટે રડશો નહીં તમે…” જાણો સમગ્ર વિગત

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં કેટલીકવાર લોકો પ્રેમ સંબંધ, લગ્નેતર સંબંધ, આર્થિક તંગી કે પછી વિદ્યાર્થીઓ ભણવાના તણાવમાં અથવા તો માતા-પિતાના કંઇક કહી દેવાને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક નર્સિંગની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનથી ઈન્દોરમાં નર્સિંગનો અભ્યાસ કરવા આવેલી એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ મામલો ભંવરકુઆં પોલીસ સ્ટેશન વિસ્તારની મહારાજા રણજીત સિંહ કોલેજનો છે. અહીં નર્સિંગનો અભ્યાસ કરતી પ્રિયાએ શનિવારે રાત્રે ગળેફાંસો ખાઈ લીધો હતો.

તેણે તેના પિતાના નામે એક સુસાઈડ નોટ પણ છોડી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇ મામલાની તપાસ ચાલુ કરી છે. પોલીસને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં તેણે લખ્યું છે કે, “હું હવે જીવવા માંગતી નથી, મારા મિત્રના મૃત્યુથી હું દુઃખી છું.” મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલા મૃતકના મિત્રનું ડૂબી જવાથી મોત થયું હતું, ત્યારથી મૃતક તણાવમાં હતી, કદાચ આ કારણે તેણે આવું પગલું ભર્યું હશે તેવું હાલ પ્રાથમિક કારણ છે. મૃતક પ્રિયાના પિતા આનંદ વિશ્વાસે જણાવ્યું કે તેમની દીકરી મહારાજા રણજીત સિંહ કોલેજની હોસ્ટેલમાં રહેતી હતી અને તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી.

તેણે પોતાના ભવિષ્ય વિશે પણ ઘણા સપના જોયા હતા. પ્રિયાના પરિવારમાં એક બહેન અને એક ભાઈ છે. પ્રિયાએ સુસાઈડ નોટમાં તેમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે તેના માતા-પિતા, બહેનો અને ભાઈઓની માફી માંગી છે. તેણે લખ્યુ- હું પ્રિયા વિશ્વાસ, આઇ લવ યુ મમ્મી, પાપા, દીદી અને માય લિટલ બ્રધર આયુષ. હું સોમને ખૂબ પ્રેમ કરું છું. હું સોમ વગર રહી શકતી નથી. હું સોમને મળ્યા વિના રહી શકતી નથી. મારે સોમ જોઈએ છે તમે બધા મને ખૂબ જ બેવકૂફ કહેતા હશો અને બોલશો પણ. કારણ કે હું એક મોટી ભૂલ કરી રહી છું. હું કોઈ ભૂલ નથી કરી રહી, પણ હવે હું સહન કરી શકતી નથી.

બહેન, મારા ગયા પછી મારે તને એક વાત કહેવી છે કે તું મારા માટે રડતી નથી. તારુ અને કીર્તિ દીદીનું આ વખતે પાક્કુ સિલેક્શન થશે. ફક્ત અભ્યાસ પર ધ્યાન આપજો અને મમ્મી-પપ્પાનું સારી રીતે ધ્યાન રાખજે. તુ રડીશ તો બધાને કોણ સંભાળશે. હું આજ સુધી બોલી શકી નહિ, પણ આઈ લવ યુ દીદી. હું તને પ્રેમ કરું છું મમ્મી, આઈ લવ યુ પપ્પા, મમ્મી તું હંમેશા હસતી રહેજે. મમ્મી તું તો મારી જાન છે, તારી આંખો મને સારી લાગે છે, તો રડતી નહિ પ્લીઝ. મારા માટે વધારે ના રડતી. આમ તો ઘરમાં ત્રણ બાળકો છે તો એકના જવાથી ફરક ન પડવો જોઇએ. મેં તમારી દીકરી હોવાનું કોઇ સારુ કામ નથી કર્યુ.

તમને લોકોને ક્યારેય પ્રાઉડ ફીલ નથી કરાવ્યુ. હું સૌથી ગંદી દીકરી અને બહેન બની છું. મારામાં હવે જીવવાની હિંમત નથી રહી. મારા સપનામાં સોમ રોજ આવે છે. સોમની અછત કોઈ પુરી કરી શકતું નથી. દરેક માટે કહેવું સહેલું છે – તેને ભૂલી જા, પણ કોઈ મારી જગ્યાએ પોતાને મૂકી જુઓ, હું હસીને હસીને થાકી ગઇ, વધારે નાટક નહીં થાય. મારા દુખને અંદર છુપાવી શકતી નથી. બાપ્પાની કૃપાથી મારે હવે ખત્મ થઇ જવું જોઇએ. મારે હવે આ ક્રૂર દુનિયામાં આવવું નથી. કોઇના ના કહેતા કે હું પોતાનાથી મજબૂર છું. જિયાને કહેજો તે વધારે ન રડે. મને તે ગમશે નહીં.

Shah Jina