કોરોના હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ વચ્ચે થઇ મારામારી, જુઓ વીડિયો

ભારત માટે કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાયરસ દિવસેને દિવસે હાહાકાર મચાવી રહ્યો છે અને ડોક્ટર જ આ કોરોના કાળમાં ભગવાન સમાન છે ત્યારે રામપુર જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના સોમવાર રાત્રે લગભગ 9.30 વાગ્યાની છે.

રામપુરના જિલ્લા હોસ્પિટલમાં એક ડોક્ટર અને નર્સ ઝઘડી પડ્યા. નર્સ અને ડોક્ટરની વચ્ચે કહાસુની થઇ ગઇ. વાત માત્ર ચર્ચા સુધી સીમિત ન હતી અને આ મામલો આગળ વધ્યો અને મારામારી સુધી પહોંચી ગયો. ડોક્ટરે તેમની ખુરશીમાંથી ઉઠ્યા અને નર્સને લાફો મારી દીધો. આ મોકા પર એક વ્યક્તિને વચ્ચે આવીને બચાવની કોશિશ કરી, જો કે, ત્યાં હાજર યુપી પોલિસના ઇંસ્પેક્ટર ખામોશ રહી બધુ દેખતા રહ્યા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ડોક્ટર અને નર્સ મારામારી કરી રહ્યા છે અને તે પહેલા તેઓ કોઇ ચર્ચા કરી રહ્યા છે. આ ઘટના બાદ તેઓ એકબીજા પર આરોપ પણ લગાવી રહ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, પહેલા નર્સે ડોક્ટરને લાફો માર્યો અને તે બાદ ડોક્ટર ખુરશીમાંથી ઊભા થયા અને તેઓ બંને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા.

Shah Jina