ખબર

ગ્લવ્સમાં ભર્યું પાણી અને વચ્ચે કોરોના દર્દીનો હાથ, તસ્વીર પાછળની કહાની જણાવે છે કે કેટલો ખતરનાક છે કોરોના

કેટલો ખતરનાક છે કોરોના? ગ્લવ્સમાં ભર્યું પાણી અને વચ્ચે કોરોના દર્દીનો હાથ, કોરોના સંક્રમિત દર્દી ને નર્સે જે કર્યું તે જાણીને તમને..

આખી દુનિયામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. વળી કોરોનાના કારણે જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. હોપિટલામાં સારવાર લેતા કોરોના દર્દીને તેના પરિવારથી પણ દૂર કરી દેવામાં આવે છે. અને એકલા જઈને જ સારવાર લેવી પડે છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

આ દરમિયાન હોસ્પિટલમાં કોરોના દર્દી એકલા સારવાર લેતા હોય ત્યારે તે એકલતામાં ડૂબી જતા હોય છે અને તેમની પાસે પોતાના સ્નેહી સ્વજન કે કોઈનો પણ સાથ નથી મળતો, ત્યારે આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

(પ્રતીકાત્મક તસ્વીર)

બ્રાઝિલમાં એક કોરોના સંક્રમિત દર્દીની એકલતા દૂર કરવા માટે નર્સ દ્વારા એક અનોખો ઉપાય શોધી કાઢવામાં આવ્યો. જેની તસવીર પણ ઇન્ટરનેટ ઉપર ખુબ જ છવાઈ રહી છે અને વાયરલ પણ થઇ રહી છે.

કોરોના કાળમાં હોસ્પિટલની અંદર સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓની એકલતા દૂર કરવા માટે બ્રાઝિલની આ નર્ષે આર્ટિફિશિયલ હ્યુમન ટચ આપ્યો. ટ્વીટર ઉપર આ તસ્વીરને ગલ્ફ ન્યૂઝના સાદિક સમીર ભટ્ટ દ્વારા શેર કરવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

તેમને આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “ભગવાનનો હાથ, નર્સ દ્વારા કોવિડના દર્દીઓને આઇસોલેટેડ વોર્ડમાં રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. બે ડિસ્પોઝેબલ ગ્લવ્સ, ગરમ પાણીથી ભરી દર્દીઓના હાથમાં બાંધી દેવામાં આવ્યા છે, ફ્રન્ટલાઈન વર્કરને સલામ છે.”

હજુ સુધી એ સામે નથી આવ્યું કે આ તસ્વીર કઈ હોસ્પિટલની છે. પરંતુ સોશિયલ મીડિયામાં નર્સના આ કામની ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે.