નકલી રેમડેસિવર 25 રૂપિયામાં બનાવી, 35 હજાર સુધી વેચાતુ, નર્સ ખાલી બોટલ ભાઇને આપતી અને પછી થતુ આ કામ

દેશ આ સમયે કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે. સંક્રમણની બીજી લહેરમાં લાખો લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. એવામાં ડોક્ટર ગંભીર દર્દીઓને રેમડેસિવર ઇંજેક્શન લગાવી તેમનો જીવ બચાવવામાં લાગેલા છે. ત્યારે ઇંજેક્શનની વધતી માંગ વચ્ચે તેની કાલાબજારી ચરમ સીમા પર છે. મધ્ય પ્રદેશમાં રોજ આવા કેટલાક મામલા સામે આવી રહ્યા છે, જયાં હોસ્પિટલ સ્ટાફ પોતે લોકોના જીવન સાથે રમતો જોવા મળે અને નકલી રેમડેસિવર વેચતો જોવા મળી રહ્યો છે.

મધ્ય પ્રદેશમાં નકલી રેમડેસિવર બનાવવાનું એક મોટુ રેકેટ પકડાઇ ગયુ છે. એક યુવક નર્સ બહેન સાથે મળીને ચલાવતો હતો. બહેન મેડિકલ કોલેજથી તેને રેમડેસિવર ઇંજેક્શનની ખાલી બોટલ લાવીને આપતી હતી. ભાઇ તેમાં સામાન્ય એંટીબાયોટિક સેફ્ટ્રિક્સોન પાવડર મળાવીને તેને ફેવીક્વિકથી પેક કરી દેતો. ઇંજેક્શનના ખાલી ખોખા પર લખેલા દર્દીના નામને સેનેટાઇઝરથી મીટાવી તેની કાળાબજારી કરનારને 6થી8 હજાર રૂપિયામાં વેચી દેતો હતો.

દલાલના માધ્યમથી આ નકલી ઇંજેક્શન જરૂરિયાતમંદ ગ્રાહકોને 30થી35 હજાર રૂપિયા સુધીમાં વેચી દેેતા. પોલિસે આ મામલે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં રતલામના જીવાંશ હોસ્પિટલના ડોક્ટર ઉત્સવ નાયક, ડોક્ટર યશપાલ સિંહ, મેડિકલ વ્યવસાયી પ્રણવ જોશી, મેડિકલ કોલેજની નર્સ રીના પ્રજાપતિ, રિનાનો ભાઇ પંકજ પ્રજાપતિ, જિલ્લા હોસ્પિટલમાં પર્ચી બનાવનાર ગોપાલ માલવીય અને રોહિત માલવીય સામેલ છે.

Shah Jina