અમદાવાદમાં NRI યુવતીની જૂની મિત્રતા ફરી તાજી થઇ, ભારતમાં મિત્રોએ બોલાવી મોજ કરાવવાના નામ પર કર્યું એવું ગંદુ કામ કે.. જાણીને જ…

કૃપલ પટેલ સાથે થઇ ગયો અક્કલ કામ ન કરે તેવો ખરાબ કાંડ, 3 મિત્રોએ કહ્યું, અહીં આવી જા મોજ કરાવી દઇશું, પછી

કોઈપણ વ્યક્તિને તેનો જૂનો મિત્ર જે મળી જાય તો કેટલો આનંદ થાય એ વાત બધાએ અનુભવી હશે, વળી ઘણા કિસ્સાઓમાંતો વર્ષો સુધી જે વ્યક્તિ સાથે કોઈપણ જાતનો સંપર્ક ના થયો હોય તે અચાનક મળી જાય તો રાજીના રેડ થઇ જઈએ. પરંતુ જૂની મિત્રતા ઉપર વિશ્વાસ કરતા પહેલા આ કિસ્સો જરૂર વાંચી લેજો. કદાચ તમારું પણ મન દુભાઈ જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ઘટના સામે આવી છે અમદાવાદમાંથી જ્યાં 25 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલી એનઆરઆઇ  મહિલા વર્ષ 2019માં અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે મહિલાની એક મિત્રએ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપની અંદર તેમના અન્ય જુના મિત્રો પણ જોડાયા હતા.

આ દરમિયાન જ મહિલાના  જુના કલાસ મેટ મિત્ર એવા પ્રદીપ પંચાલ, મનીષા પંચાલ તથા પિયુષ ભોગીલાલ પટેલ આમ કુલ ત્રણ જુના મિત્રોના સંપર્કમાં આવ્યા હતા. અને જૂના મિત્રોએ પોતાની એન.આર.આઈ મિત્રના પૈસે મોજશોખ કરવાનો કારસો ઘડી નાખ્યો હતો.

જેના બાદ આ ત્રણેય મિત્રોએ ભેગા મળીને મહિલાને જમીન તથા સોનામાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આથી વિશેષ ઠગ મિત્રોએ પોતાની મહિલા મિત્રને ગાડીમાં ફેરવવાની વાત કરીને નવી ગાડીના પૈસા પણ ખંખેરી લીધા હતા. બાદમાં જ્યારે આ એન.આર.આઈ મહિલા અમદાવાદ પરત આવી ત્યારે આ ત્રણેય ઠગ મિત્રોએ તેમના પૈસા આપ્યા નહીં અને તેમની મહિલા મિત્ર વિરુદ્ધ ખોટા કેસ ઉભા કરી તમને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.

મહિલા પાસે સોના અને જમીનમાં રોકાણ કરાવવાની લાલચ આપીને રૂપિયા એક કરોડ 99 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ ફરિયાદ મહિલાએ સોલા પોલીસ મથકે નોંધાવી છે. જેમાં સોલા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 

Niraj Patel