ખબર

મૂળ ગુજરાતના અને 25 વર્ષથી અમેરિકામાં રહેતા પટેલ પરિવારે નજર સામે જ 2 કુળદીપકને ગુમાવ્યા

મૂળ ગુજરાતના રહેવાસી અને છેલ્લા 25 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલ પટેલ પરિવારને ગમખ્વાર અકસ્માત નડયો હોવાની ઘટના સામે આવી છે. માતા-પિતાની નજર સામે જ 2 વ્હાલસોયાની જિંદગીનો અંત આવી ગયો હતો. આ ઘટનાની જાણ થતા વતન તાપીના વાલોડના બાજીપૂરા ગામમાં શોક છવાઈ ગયો છે.

Image source

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, તાપીના બાજીપુરામાં રહેતા ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. ગત 12 તારીખે ઘર ધર્મેશભાઈ તેની પત્ની અને પુત્રો નિલ (ઉવ. 19) રવિ (ઉ.વ.14) સાથે મોટેલ થઈ ઘરે જવા કારમાં નીકળ્યા હતા. તે દરમિયાન હોસ્ટનના હાઇવે પર કામ ચાલતું હોય કાર ઉભી રાખી હતી. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવતી કોમર્શિયલ કાર અથડાઈ હતી. અકસ્માતમાં ધર્મેશભાઈના બંને પુત્રોના મોત નિપજ્યા હતા.

નોંધનીય છે કે, ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. બાજીપુરા ગામમાં રહેતા દાદા-દાદી સુરેશ ભાઈ અને સવિતાબેનને પૌત્રોનાં મોતના દુઃખદ સમાચાર મળતાં જ આવી પડેલા દુઃખને સહન કરવું મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળ્યું હતું. બુધવારે આ બંને હતભાગીઓની અંતિમવિધિ કરવામાં આવશે. દાદીને અંતિમવિધિમાં જવું હતું પરંતુ વિઝા પુરા થઇ જતા સવિતાબેનનું જવું મુશ્કેલ છે.