ખબર

Video: રાનુ મંડલ પછી હવે આ નાની છોકરીએ ગીત ગાઈને કરી દીધા બધાને હેરાન, અવાજમાં દેખાયો દમ

રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડળનો વિડીયો વાયરલ થતાની સાથે જ રાતોરાત તે સુપરસ્ટાર બની ગઈ છે. નસીબે સાથ આપ્યો અને રાનુ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મથી પ્લેબેક સિંગીંગમાં ડેબ્યુ પણ કરી લીધું. ત્યારે રાનુ મંડળના વિડીયો વાયરલ થયા બાદ એક પછી એક ગુમનામ કલાકારોના વિડિયોઝ સામે આવી રહયા છે. કેટલાક દિવસો પહેલા એક કેબ ડ્રાઈવરનો ગીત ગાતો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે હવે એક નાની છોકરીનો વિડીયો સામે આવ્યો છે. આ છોકરીનો અવાજ એટલો દમદાર છે કે તમને સાંભળીને પણ વિશ્વાસ નહિ આવે.

Image Source

હાલમાં જ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક છોકરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આ નાની છોકરી ખૂબ જ દમદાર અવાજમાં ગીત ગાઈ રહી છે. વિડીયોને જોઈને એ જાણવા મળે છે કે આ છોકરી કોઈ લોકસંગીત ગાયકોના ગ્રુપનો ભાગ છે. આ છોકરી એક કાર્યક્રમમાં પોતાની ટિમ સાથે બેસીને ગીત ગાઈ રહી છે. તે સંપૂર્ણ જોર સાથે ‘જિંદગી હૈ તેરે નાલ’ ગીત ગાઈ રહી છે.

જુઓ વિડીયો:

આટલી ઉંમરમાં આ છોકરીનો આટલો દમદાર અવાજ સાંભળીને બધા જ ચોંકી ગયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તો એવું પણ માની રહયા છે કે આ છોકરી પણ રાનુ મંડલની જેમ વાયરલ થઇ જશે પણ આવું થશે કે નહિ એ તો આવનારો સમય જ જણાવશે.

આ છોકરી ક્યાં ગાઈ રહી છે, તેનું નામ શું છે, એ વિશે હજુ કોઈ જ જાણકારી મળી નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks