જાણવા જેવું

ઘરે બેઠા Voter IDમાં આસાનીથી બદલાવી શકો છો પોતાનું નામ, સરનામું, ફોટો, બસ આટલું જ કરવું પડશે

લોકસભાની ચૂંટણીની તારીખો જલ્દી જ જાહેર થશે અને એવામાં એ જરૂરી છે કે જે લોકો પાસે Voter ID એટલે કે મતદાતા ઓળખ પત્ર નથી તો એને બનાવડાવી લે. ત્યારે જે લોકો પાસે Voter ID છે પરંતુ એમાં તેમનું નામ, ફોટો કે સરનામું વગેરે જાણકારીઓ ખોટી છે, તો એમાં સુધારો કરાવી લો. ભારત ચૂંટણી પંચએ મતદાતા ઓળખ પત્ર સાથે જોડાયેલી ઘણી સેવાઓ ઓનલાઇન શરુ કરી દીધી છે. જો તમારા મતદાતા ઓળખ પત્રમાં કોઈ પણ માહિતી ખોટી હોય તો તમે એને ઘરે બેઠા આસાનીથી ઓનલાઇન સુધારો કરાવી શકો છો.

મતદાતા ઓળખ પત્ર પર પોતાની માહિતીમાં સુધારો કરવાની પ્રક્રિયા –

મતદાતા ઓળખ પત્રમાં પોતાનું સરનામું કઈ રીતે બદલશો – જો તમારા મતદાતા ઓળખ પત્ર પર તમારે ઘરનું સરનામું બદલવાનું છે તો તમે www.nvsp.in વેબસાઈટ પર જઈને આવું કરી શકો છો. આ વેબસાઈટ નેશનલ વોટર સર્વિસની અધિકારીક વેબસાઈટ છે. તમારે આ વેબસાઈટ પર જઈને ત્યાં લખેલા Correction of entries in electoral roll એટલે કે ફોર્મ 8 પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કર્યા બાદ https://www.nvsp.in/Forms/Forms/form8 લિંક ખુલશે, આ લિંકમાં તમને ફોર્મ 8 ભરવાનું કહેશે. તમે આ ફોર્મ ઓનલાઇન ભરી શકો છો. આ ફોર્મને ભરતા સમયે તમારે પોતાના નવા સરનામાના પુરાવા તરીકે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ, બેન્કની પાસબુક કે આધાર કાર્ડ જેવું કોઈ પણ અધિકારીક દસ્તાવેજ અપલોડ કરવાનું રહેશે. બધી જાણકારી ભર્યા બાદ અને દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સૌથી નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ સબમિટ એટલે કે જમા થતા જ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે અને તમે આ નંબરની મદદથી તમારા આવેદનને ટ્રેક કરી શકો છો. તમે જે પણ સરનામું આપ્યું હશે એ સરનામાં પર કોઈ સરકારી કર્મચારીને મોકલવામાં આવશે અને એ તમારું વેરિફિકેશન કરશે અને એ પછી તમારા નવા આપેલા સરનામાં પર તમારું મતદાતા ઓળખ પત્ર મોકલી આપવામાં આવશે.

મતદાતા ઓળખ પત્રમાં પોતાનો ફોટો કઈ રીતે બદલશો – જે લોકોએ પોતાનો ફોટો મતદાતા ઓળખ પત્રમાં બદલાવવાનો છે એ લોકો www.nvsp.in વેબસાઈટમાં જાઓ અને ફોર્મ 8 પર જ ક્લિક કરો. આ ફોર્મમાં તમારે કેટલીક જાણકારી પહેલા ભરવાની રહેશે જે તમારા રાજ્ય અને મતક્ષેત્ર સાથે જોડાયેલી હશે. આ માહિતી ભર્યા બાદ તમને નીચે ઘણા વિકલ્પો જોવા મળશે જેમાંથી તમારે My Photograph વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારે પોતાની માહિતી, ફોન નંબર, ઈ-મેઈલ આઈડી વગેરે ભરવી પડશે અને પછી પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. બધી જ માહિતી ભર્યા બાદ તમને એક કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે અને એક મહિનાની અંદર તમારો ફોટો અપડેટ કરી દેવામાં આવશે.

આ જ રીતે જો તમને મતદાતા ઓળખ પત્રમાં તમારી ઉમર, જન્મ તારીખ, નામ, કિંગ જેવી જાણકારીમાં સુધારો કરાવવો હોય તો તમે ફોર્મ 8માં આપેલા વિકલ્પો દ્વારા કરી શકો છો. તમારી માહિતી ઘરે બેઠા ઠીક થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks