દેશ-વિદેશથી માતા વૈષ્ણોદેવીના દર્શને લોકો ઉમટી પડે છે. તારે હવે મનાતના દરબારમાં આવતા શ્રદ્ધાળુઓ માટી એક ખુશખબરી છે. માતાના દરબારમાં આવતા શ્રદ્ધાળુઓને વૈષ્ણોદેવી ભવનમાં પ્રાચીન ગુફાના પ્રવેશ દ્વારના સ્વર્ણિમ દર્શન થશે.

આ સાથે સોના, ચાંદી અને તાંબાથી ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. 25 ફૂટ ઊંચા એન 16 ફૂટ પહોળા આ પ્રવેશદ્વારનું કામ ફક્ત 65 દિવસમાં જ કરવામાં આવ્યું છે.

શ્રી માતાવૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી કરવામાં આવેલા આ નિર્માણમાં સ્વર્ણિમ પ્રવેશદ્વાર પર ગુબંદ સાથે ત્રણ સોનના ધ્વજને પણ સોનાના છત્તર સાથે મા વૈષ્ણોદેવીના નવ સ્વરૂપને પણ સોનાથી અંકિત કરવામાં આવશે. પ્રવેશદ્વારની જમીન બાજુ મહાલક્ષ્મીનું છ ફૂટ સોનાની તસ્વીર હશે. આ રીતે જ માતા વૈષ્ણવદેવીની આરતી અંકિત કરવામમાં આવશે.

વર્ષો સુધી પ્રવેશ દ્વારની ચમક રાખવા માટે સોના, ચાંદી અનેર તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારમાં 1 હજાર કિલો તાંબા, 1000 કિલો ચાંદી, 10 કિલો સોનાનો ઉપયોગ થયો હતો. આ પ્રવેશદ્વારને બનાવવા માટે દિલ્લી અને ઉત્તરપ્રદેશથી 20 કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. આ માટે ભવન પર વિશેષ વર્કશોપ પણ બનાવવામાં આવ્યું હતું। જયારે દિવસ-રાત કારીગરો તનતોડ મહેનત કરતા હતા. આ કારીગરોએ સિદ્ધિવિનાયક મંદિર સહિત ઘણા મંદિરોમાં તેની સેવા આપી છે.

જણાવી દઈએ કે, માતા વૈષ્ણવદેવી તીર્થ સ્થળને હાલમાં જ દેશના સર્વશ્રેષ્ઠ સ્વચ્છ પ્રતિષ્ઠિત સ્થળ તરીકે પસંદગી થઇ છે. શ્રાઈન બોર્ડના સીઈઓ સિમરનદીપ સિંહને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે સ્વચ્છ ભારત 2019નો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.