મોટી ખુશખબરી: શોમાં જલ્દી જ થવાની છે દયાબેન દિશા વાકાણીની વાપસી- જાણો નવી અપડેટ

ટીવીનો સુપરહિટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત સમાચારોમાં છે. આ શોના કેટલાક ફેમસ અને ફેવરિટ એક્ટર્સે શો છોડી દીધો છે. આ કલાકારોમાં દરેકના પ્રિય દયાબેનનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે સમાચાર આવ્યા છે કે દયાબેન બહુ જલ્દી તારક મહેતા શોમાં પરત ફરવાના છે. એવા સમાચાર છે કે દિશા વાકાણી શોમાં કમબેક કરી શકે છે. દયાનો રોલ કરનાર દિશા વાકાણીએ ઘણા વર્ષો પહેલા મેટરનીટી લિવ લીધી હતી અને તે બાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો.

જે બાદથી તે સંતાન અને પરિવારમાં વ્યસ્ત થઇ ગઇ. ત્યારથી તે શોમાં પરત ફરી નથી. ત્યારે ઘણીવાર તેના કમબેકની ખબરો સામે આવે છે. હવે એવા અહેવાલ છે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે અને ફરીથી દયાબેન તરીકે જોવા મળશે. જો કે, મેકર્સે હજુ સુધી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. દયાબેન નવેમ્બર સુધીમાં શોમાં પાછા આવી રહ્યા છે, જ્યારે નિર્માતાઓ દિશા વાકાણીને પાછા લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેની વાપસી થશે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.

મીડિયા અહેવાલો અનુસાર, નિર્માતાઓ દિશા વાકાણી સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને નવેમ્બરની શરૂઆતમાં દયાબેનના પાત્રને પરત લાવવાની યોજના બનાવી રહ્યા છે. હવે કોઈ પણ ભોગે દયાબેનને શોમાં બતાવવા એ નિર્માતાઓની ટોચની પ્રાથમિકતા બની ગઈ છે. જો દિશા વાકાણી શોમાં નહીં આવે તો તેને રિપ્લેસ કરવામાં આવશે. ઓક્ટોબર અથવા નવેમ્બરની શરૂઆતમાં ચાહકો દયાબેનને શોમાં જોઈ શકશે.

હવે ફેન્સ દિશા વાકાણીને દયાબેનના રોલમાં જોશે કે નવો ચહેરો, તે હજુ જાહેર થયું નથી. પરંતુ મેકર્સે હજુ સુધી દિશા વાકાણી વિશે આશા છોડી નથી. તેમની દિશા સાથે વાતચીત ચાલુ છે. અહેવાલમાં સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નિર્માતાઓએ દયાબેનને શોમાં લાવવા માટે આટલી લાંબી રાહ જોઈ કારણ કે તેઓ દિશા વાકાણીને પરત લાવવા માંગતા હતા.

નિર્માતાઓની પ્રાથમિકતા દિશા વાકાણી છે. ચાહકોને આ વર્ષે નવેમ્બર સુધીમાં દયાબેન જોવા મળશે. દિશા વાકાણી આવશે તો ચાહકો તો ખુશખુશાલ થઇ જશે. દિશા વાકાણીના રૂપમાં ચાહકોને તેમની લાંબી રાહનું ફળ મળે છે કે નહીં તે તો બહુ જલ્દી ખબર પડશે.

Shah Jina