ખબર

ધૂળેટીએ આ કામ કર્યું તો થશો જેલભેગા, જલ્દી વાંચી લો..પાછળથી અફસોસ ન કરતા

દરેક ગુજરાતીઓ જલ્દી વાંચો આ જાહેરનામું

રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક બાજુ સરકારે ધુળેટીની ઉજવણીઓના કાર્યક્રમો કરવાની મનાઈ ફરમાવી છે ત્યારે રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં પોલિસે પણ તેનો અમલ કરાવવા માટે કમર કસી લીધી છે. અમદાવાદ શહેરમાં ધુળેટીની ઊજવણી અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર તા. 28મી માર્ચના રોજ હોળી તથા તા. 29મી માર્ચના રોજ ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી/ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતાં હોય છે.

પ્રતિકાત્મક તસવીર

હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમ જ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોલિકા દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

પ્રતિકાત્મક તસવીર

આ જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચને રાત્રે 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. હોળી અને ઘુળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે. પોલીસ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરશે. જોકે, આ જાહેરનામાં સાથે સાથે રાત્રિ કર્ફ્યૂ પણ અમલમાં હોવાથી હોળી દહનના કાર્યક્રમ પણ રાત્રિના 9.00 વાગ્યા પહેલાં સમાપ્ત થઈ શકે છે.